Swarg Ni Pari Lyrics in Gujarati | સ્વર્ગની પરી લિરિક્સ ગુજરાતીમાં

Swarg Ni Pari - Dhaval Parmar
Singer : Dhaval Parmar , Lyrics : Kalpesh Solanki
Music : Shankar Prajapati & Bhavik Prajapati
Label: T-Series
 
Swarg Ni Pari Lyrics in Gujarati
| સ્વર્ગની પરી લિરિક્સ ગુજરાતીમાં 
 
રૂપનો કટકો લાગો તમે દિલ ને બહુ ગમો છો
રૂપનો કટકો લાગો તમે દિલ ને બહુ ગમો છો
રૂપનો કટકો લાગો તમે દિલ ને બહુ ગમો છો
મારી નજરુમાં તમે સ્વર્ગની પરી લાગો છો
મારા દિલમાં વસી મારી ચાંદની લાગો છો

હે તમે મારા છો બહુ ખાસ જીવથી વાલા લાગો આજ
દિલની ધડકન તમે મારો જીવ પણ તમે છો
રૂપનો કટકો
એ રૂપનો કટકો લાગો તમે દિલ ને બહુ ગમો છો

મારી નજરુમાં તમે સ્વર્ગની પરી લાગો છો
મારા દિલમાં વસી મારી ચાંદની લાગો છો

તમારી શેરીએથી જ્યારે અમે નીકળ્યા કરીએ
ઊંચા કોલર આંખે ચશ્મા પહેરી મલકાયા કરીએ
તમારી એક ઝલક જોવા આ દિલ તડપતું રહે
જ્યારે સામે મળી જાઓ ભાન ભૂલી રે જઈએ

મારી મીઠી નજરથી તમને ટાંકીને જોવું
તમને નજરો ના લાગે તો કાળો ટીકો હું કરું છું
રૂપનો કટકો લાગો તમે દિલ ને બહુ ગમો છો
મારી નજરુમાં તમે સ્વર્ગની પરી લાગો છો
હો મારા દિલમાં વસી મારી ચાંદની લાગો છો

હો તમારી મીઠી બોલી દિલને મારા ઘાયલ કરે
હોઠે હસી નાકે નથણી પહેરી મલકાયા કરે
તમારા પાગલ પ્રેમી નો પ્રેમ પારખી તો જુઓ
સાચો મારો પ્રેમ છે અપનાવી તો જુઓ

આ ધવલ નામ તારી જિંદગીમાં એવું રે જોડાયું
મારા દિલના સરનામે તારું નામ છે લખાયું
રૂપનો કટકો લાગો તમે દિલ ને બહુ ગમો છો
મારી નજરુમાં તમે સ્વર્ગની પરી લાગો છો
હો મારા દિલમાં વસી મારી ચાંદની લાગો છો
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »