Taro Pyar Na Badlashe Lyrics in Gujarati | તારો પ્યાર ના બદલાશે લિરિક્સ ગુજરાતીમાં

Taro Pyar Na Badlashe - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Ganu Bharvad
Music : Vishal Vagheshwari , Label : T-Series
 
Taro Pyar Na Badlashe Lyrics in Gujarati
| તારો પ્યાર ના બદલાશે લિરિક્સ ગુજરાતીમાં 
 
હો સમય વારને તારીખ બદલાશે
હો સમય વારને તારીખ બદલાશે
ચોઘડિયાને રાત દાળો બદલાશે
તું રાખજે ભરોસો તારો પ્યાર ના બદલાશે

હો આ જમાનોને દુનિયા બદલાશે
તડકો છાયોને મોસમ બદલાશે
તું રાખજે ભરોસો તારો પ્યાર ના બદલાશે

હો કર્યો છે પ્રેમ નથી કર્યો કોઈ ગુનો
કર્યો છે પ્રેમ નથી કર્યો કોઈ ગુનો
નથી કોઈ ભૂલ આતો વાંક છે નસીબનો

હો સમય વારને તારીખ બદલાશે
ચોઘડિયાને રાત દાળો બદલાશે
તું રાખજે ભરોસો તારો પ્યાર ના બદલાશે
હો તું રાખજે ભરોસો તારો પ્યાર ના બદલાશે

હો ભલે તારાથી દૂર તોય તારી ચિંતા
હાચું તને કહું છું તારા માટે અમે જીવતા
હો પ્રેમ છે તારા માટે નથી દિલમાં દગા
જાણી લેજો મજબૂરીના કેતા મને બેવફા

હો તારી જોડે જીવવાના અરમાન મારા
તારી જોડે જીવવાના અરમાન મારા
ઓ રે વિધાતા તારા લેખ છે આ તારા

હો સમય વારને તારીખ બદલાશે
ચોઘડિયાને રાત દાળો બદલાશે
તું રાખજે ભરોસો તારો પ્યાર ના બદલાશે
હો તું રાખજે ભરોસો તારો પ્યાર ના બદલાશે

હો મારી રગે રગમાં નામ છે તારું
ઘરેથી ભાગું તો જાય બાપની રે આબરૂ
હો વર્ષોથી દુનિયા છે પ્રેમીઓની વેરી
એમની નજરોમાં છે પ્રેમ રોગ જેરી

હો તારા જીવન લાગે મને ખારું
તારા વગર જીવન લાગે મને ખારું
તારી જુદાઈમાં દિલ પીડાયું મારું

હો સમય વારને તારીખ બદલાશે
ચોઘડિયાને રાત દાળો બદલાશે
તું રાખજે ભરોસો તારો પ્યાર ના બદલાશે
હો રાખજે ભરોસો તારો પ્યાર ના બદલાશે
હો તું રાખજે ભરોસો તારો પ્યાર ના બદલાશે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »