Piyuji Lai Ja Tara Malak Ma Lyrics in Gujarati | પિયુજી લઈ જા તારા મલકમાં લિરિક્સ ગુજરાતીમાં

Piyuji Lai Ja Tara Malak Ma - Tejal Thakor
Singer : Tejal Thakor , Lyrics : Darshan Bazigar
Music : Ravi - Rahul , Label : Rameshwar Digital
 
Piyuji Lai Ja Tara Malak Ma Lyrics in Gujarati
| પિયુજી લઈ જા તારા મલકમાં લિરિક્સ ગુજરાતીમાં 
 
હો સાયબા વિના સેરીયો સુની
ઓ હો સાયબા વિના સેરીયો સુની રે
પિયુજી મને લઈ જા તારા રે મલકમા

હો મનડા ની મેડીયો સુની રે પિયુજી
મને લઈ જા તારા રે મલકમા

સુનુ વેરણ યૌવન એવુ લાગે જીવન
સુનુ વેરણ યૌવન એવુ લાગે જીવન
આવી લઈ જા મને તારા રે મલકમા

સાયબા વિના સેરીયો સુની રે
પિયુજી મને લઈ જા તારા રે મલકમા
આજ મને લઈ જા તારા રે મલકમા

હો લાડી બની વાલા મને શોખ બહુ જાજા
બંગડી પેરવી ને લઈ જા મને રાજા
હો મૈયર માં આજ મને એકલડું લાગે
પિયુ વિના મને મનડું ના માને

ના લાગે આ મન સુની દિલ ની ધડકન
ના લાગે આ મન સુની દિલ ની ધડકન
આવી લઈ જા મને તારા રે મલકમા

સાયબા વિના સેરીયો સુની રે
પિયુજી મને લઈ જા તારા રે મલકમા
આવીને મને લઈ જા તારા રે મલકમા

હો પરણ્યોજી આવે મુજને મનાવે
રૂઠેલી રાધા ને કોણ હમજાવે
હો શાને સતાવે મને કેમ તરસાવે
મારી યાદ શુ તમને ના આવે

મને લેવાને આવ્યો આજ વાલમજી મારો
મને લેવાને આવ્યો આજ વાલમજી મારો
મારા પુરા થયા મનડા ના મોલ રે

હો સાયબા વિના સેરીયો સુની
પિયુજી મને લઈ જા તારા રે મલકમા
પિયુજી મને લઈ જા તારા રે મલકમા
વાલમિયા મને લઈ જા તારા રે મલકમા
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »