Janmo Janam Ni Preet Lyrics in Gujarati | જનમો જનમની પ્રીત લિરિક્સ ગુજરાતીમાં

 
Janmo Janam Ni Preet Lyrics in Gujarati
| જનમો જનમની પ્રીત લિરિક્સ ગુજરાતીમાં 
 
જન્મો જન્મની પ્રીત ભૂલી ના જાતો મીત
હો જન્મો જન્મની પ્રીત ભૂલી ના જાતો મીત
જન્મો જન્મની પ્રીત ભૂલી ના જાતો મીત
બોલ રે દીધેલા તું નિભાવજે હો સાયબા

હો સાત જન્મ રેશું સાથ પ્રીત્યુંની બાંધી ગાંઠ
સાત જન્મ રેશું સાથ પ્રીત્યુંની બાંધી ગાંઠ
બોલ રે દીધેલા નિભાવશું હો સાજણા
બોલ રે દીધેલા તું નિભાવજે હો સાયબા

હો તારા પ્રેમમાં બની ગાંડી ઘેલી
મળવા હું દોડી આવી ઘર બાર મેલી
સાજણ મારી સાજણ
તારા પ્રેમમાં બની ગાંડી ઘેલી
મળવા હું દોડી આવી ઘર બાર મેલી

હો પ્રેમ જે કરે છે હાચો જુદા ના રહી શકતા
એકબીજા વગર જુદા જીવી નથી શકતા

મારા દલડે તારું રાજ વાત કરું મનની આજ
મારા દલડે તારું રાજ વાત કરું મનની આજ
બોલ રે દીધેલા તુ નીભાવજે હો સાયબા
હો બોલ રે દીધેલા નીભાવશું હો સાજણા

હો પ્રેમના મારગમાં હોય ભલે કાંટા
પ્રેમીઓ તોએ કોઈ દી પડ્યા નથી પાછા
સાયબા હો સાયબા
પ્રેમના મારગમાં હોય ભલે કાંટા
પ્રેમીઓ તોએ કોઈ દી પડ્યા નથી પાછા

હો પ્રેમની વેરી બની ભલે આ દુનિયા
મોતને મુઠ્ઠીમા રાખી પ્રેમીઓ જીવી ગયા
અમર અમારી પ્રીત જોડે રેશું નીત
અમર અમારી પ્રીત જોડે રેશું નીત
બોલ રે દીધેલા નીભાવશું હો સાજણા

હો બોલ રે દીધેલા તો નિભાવજે હો સાયબા
હો બોલ રે દીધેલા નિભાવશું હો સાજણા 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »