O Hathila Lyrics in Gujarati | ઓ હઠીલા લિરિક્સ ગુજરાતીમાં

O Hathila - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Darshan Bazigar
Music : Rahul - Ravi , Label: T-Series
 
O Hathila Lyrics in Gujarati
| ઓ હઠીલા લિરિક્સ ગુજરાતીમાં 
 
હો હું રે ગોવાલણ તારી ઘેલી તારી પ્રીતમાં
હો હું રે ગોવાલણ તારી ઘેલી તારી પ્રીતમાં
રઢિયાળો મલક મેલી આવું તારા દેહમાં
હું રે ગોવાલણ તારી ઘેલી તારી પ્રીતમાં
રઢિયાળો મલક મેલી આવું તારા દેહમાં

એ હઠીલા હઠીલા એ હઠીલા
હરણ્યું આથમીને હાલ્યો આવને અરજણીયા
હરણ્યું આથમીને હાલ્યો આવને અરજણીયા

હો હું રે ગોવાલણ તારી ઘેલી તારી પ્રીતમાં
રઢિયાળો મલક મેલી આવું તારા દેહમાં

હો ઓ મનડાની માલણ થઈને આવું તારી મેડીએ
મહેંદી ભર્યા હાથે નામ લખું દલની ડેલીએ
ઓ લઈ જાને લેરીડા મને તારી રે હવેલીએ
પ્રીત્યુંના પાનેતર ઓઢાડી મનની મેડીએ

અરે એ હઠીલા હઠીલા હા હઠીલા
હરણ્યું આથમીને હાલ્યો આવને અરજણીયા
એ હરણ્યું આથમીને હાલ્યો આવને અરજણીયા

હો હું રે ગોવાલણ તારી ઘેલી તારી પ્રીતમાં
રઢિયાળો મલક મેલી આવું તારા દેહમાં
ઓ હૈયે ફૂટી કૂંપણો તારા મારા પ્રેમની
ખીલી ઉઠી છે મારી જિંદગી તારા નામની

ઓ મનડાનો મોર તું હું છું તારી ઢેલડી
જોયા કરું સાયબા હું તને ઘડી ઘડી
એ હઠીલા હઠીલા હા હઠીલા
હરણ્યું આથમીને હાલ્યો આવને અરજણીયા
હરણ્યું આથમીને હાલ્યો આવને અરજણીયા

હા હું રે ગોવાલણ તારી ઘેલી તારી પ્રીતમાં
રઢિયાળો મલક મેલી આવું તારા દેહમાં
હું રે ગોવાલણ તારી ઘેલી તારી પ્રીતમાં
રઢિયાળો મલક મેલી આવું તારા દેહમાં
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »