Ratan Rani Lyrics in Gujarati | રતન રાણી લિરિક્સ ગુજરાતીમાં

Ratan Rani - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Lyrics : CD Dhinoj & Jayesh Zalasar
Music : Shashi Kapadiya , Label : Pop Skope Music
 
Ratan Rani Lyrics in Gujarati
| રતન રાણી લિરિક્સ ગુજરાતીમાં 
 
જેમ અષાઢીના મેઘના મોરલિયાને ઉમાવા 
એના કરતા જાજી મારા હૈયે તારી માયા

ભરોશો ઉઠયો  કે પછી મનમાં વેમ આયા 
મગ જેવડી વાતમાં  તારા દલડાં કાં દુભાયા

બોલો માંણેક મેળું આંખો માંથી કાજલ કાં ધોવાણાં
બોલો માંણેક મેળું આંખો માંથી કાજલ કાં ધોવાણાં
નૂર ભર્યાં ઝરણાં એક પલમાં કા હુંકાણા 
હા રતન રાણી રીહાણા મારા લાડ લજવાણા

હો. મન વાલા માવા લીધું કેમ એ વાલવી હરાણાં 
કોઈની વાતો માયાવીને ભીતર કા ભરમાણાં
હા રતન રાણી રીહાણા મારા લાડ લજવાણા

હો તારી હજાર ભુલો હગરી ભર્યા છે કાળજા 
મારી એક ભૂલ વાલીના પ્રીત્યુંના પાંરખા 
હા રતન રાણી રીહાણા મારા લાડ લજવાણા
ઓ રતન રાણી રીહાણા મારા લાડ લજવાણા

હો મારા રંગભર્યાં રજવાડે બધી રંગત તારાથી
તારું  કાળજું કચવાય  શેને જોયું જાય મારાથી 

હો રાયના દાણા સરખી વાત પહાડ જેવી પારખી 
પડતી મેલો પંચાયત ભરોહા લેશે ભરખી

હો અમુક વાતો એવી વાંચા માં ક્યાં હમાય
થોડું આંખોમાં ઉભરાય થોડું આતમ બોલી જાય 
હા રતન રાણી રીહાણા મારા લાડ લજવાણા
હા રે રતન રાણી રીહાણા મારા લાડ લજવાણા

હો તારો મારો રાગ જોઈ આ રાજી નથી લોકો
કલેશ કરી આપોના હસવાનો એમને મોકો

હો માન્યું થોડું માઠું લાગ્યું વાત હવે છોડો 
મોઢે લાવો સ્મિત ઓ હેતાળું હવે બોલો 
હો માથે રામ રાખી કહી દઉં દલડાં દુભાવા નહીં દઉં 
આ જીવ રહેશે ત્યાં સુધી રડવાં હું નહીં દઉં 
હા  રે રતન રાણી રીહાણા મારા લાડ લજવાણા
ઓ રતન રાણી રીહાણા મારા લાડ લજવાણા
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »