Kholi Ghar Ni Peti Lyrics in Gujarati | ખોલી ઘરની પેટી લિરિક્સ ગુજરાતીમાં

 Kholi Ghar Ni Peti - Janu Solanki
Singer :- Janu Solanki , Music :- KB Mundhva
Lyrics :- Naresh Thakor-Vayad , Label :- Keshar Music
 
 Kholi Ghar Ni Peti Lyrics in Gujarati
| ખોલી ઘરની પેટી લિરિક્સ ગુજરાતીમાં 
 
હો ઘર માં જઈ ઘણા દાડે મેતો
ખોલી ઘરની પેટી રે

હો જોઈ મેં મેળે થી લાયેલ
તારા નોમ ની વેટી રે

હો મેળે ફર્યાતા લઇ હાથો માં હાથો
ચગડોરે બેસીને કરી હતી વાતો

હે વાયરા વાયા વિયોગ ના ને
હું પડી તમારા થી સેટી રે

અલ્યા ઘર માં જઈ ઘણા દાડે મેતો
ખોલી ઘરની પેટી રે

હો લીધાંતા રૂમાલ મોય દિલ રે દોરાયા
તારા ને મારા આપણે નોમ રે લખાયા

ઓ હો વેટી ફોટા ને આ રૂમાલ મેં તો જોયા
પોપણ પલળ્યા હૈયા હીબકે ભરાયા

હો બાઇક લઈ એ દાડે ગયા તા ગેળા
હનુમાન ના સોગન ખાધા તા રેસુ ભેળા

હો યાદ આવે ઘર ના ઉંબરે હું
લમણે હાથ મેલી બેઠી રે

અરે રે ઘર માં જઈ ઘણા દાડે મેતો
ખોલી ઘરની પેટી રે

હો મને બધું યાદ છે તને ચમ વિહરાયું
મારુ રાસેલું કોઈ મજરે ના આવ્યું

અરે ગોડા મારા પ્યાર ભૂલી મારો તમે સેમા રે ખોવાયા
ગયા એ ગયા પાછાં મળવા ના આયા

હો કોક દાદો આવો તો લેજો મારી ખબરું
હાચો પ્રેમ કર્યો છે હાથ જોડી તમને કગરુ

હો ઘર માં જઈ ઘણા દાડે મેતો
ખોલી ઘરની પેટી રે

હો જોઈ મેં મેળે થી લાયેલ
તારી હોરેલી વેટી રે

ખોલી ઘરની પેટી રે
મેતો ખોલી ઘરની પેટી રે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »