Vishwambhari Stuti Lyrics in Gujarati | વિશ્વંભરી સ્તુતિ લિરિક્સ ગુજરાતીમાં


 Vishwambhari Stuti - Aditya Gadhvi
Singer : Aditya Gadhvi , Music : Siddharth Amit Bhavsar 
Lyrics : Traditional , Label : Zen Music Gujarati
 
Vishwambhari Stuti Lyrics in Gujarati
| વિશ્વંભરી સ્તુતિ લિરિક્સ ગુજરાતીમાં 
 
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા
વિદ્યાધારી વદનમાં વસજો વિધાતા
દુર્બુધ્ધિ ને દુર કરી સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની
સૂઝે નહીં લગીર કોઇ દિશા જવાની
ભાસે ભયંકર વળી મનના ઉતાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

આ રંકને ઉગરવા નથી કોઇ આરો
જન્માંધ છું જનની હું ગ્રહું બાળ તારો
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું
કોને કહું કઠણ યોગ તણો બળાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો
આડંબરે અતિ ઘણો મદથી બકેલો
દોષો થકી દુષિતના કરી માફ પાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું
ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું
શ્રધ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

રે રે ભવાની બહુ ભુલ થઇ છે મારી
આ જિંદગી થઇ મને અતિસે અકારી
દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો
બ્રહ્માંડમાં અણુ અણુ મહીં વાસ તારો
શક્તિ ન માપ ગણવા અગણિત માપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો
ખોટો ખરો ભગવતી પણ હું છું તમારો
જાડ્યાંધકાર દૂર કરી સદ્ બુદ્ધિ આપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

શીખે સુણે રસીક છંદ જ એક ચિત્તે
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

શ્રી સદ્‌ગુરુ શરણમાં રહીને ભજુ છું
રાત્રી દિને ભગવતી તુજને ભજુ છું
સદ્ભક્ત સેવક તણા પરિતાપ ચાંપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી
સંસારનાં સકળ રોગ સમુળ કાપો
મામ્ પાહિ ઓમ ભગવતી ભવ દુઃખ કાપો 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »