Truck Chale Befam Lyrics in Gujarati | ટ્રક ચાલે બેફામ લિરિક્સ ગુજરાતીમાં

 Truck Chale Befam - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara , Lyrics : Kandhal Odedara
Music : Shashi Kapadiya , Label : T-Series
 
Truck Chale Befam Lyrics in Gujarati
| ટ્રક ચાલે બેફામ લિરિક્સ ગુજરાતીમાં 
 
હો ભૂલે ના ભુલાય રે પ્રિત્યુ
ચમ હશે મારી રે દિકુ
યાદ આવી ગઈ એના ગોમ નુ પાટીયું ભાળી
કેવી આ પ્રેમ ની રીત્યુ જુદા થઈને વીત્યું
યાદ માં એની જીવું છુ મન મારી

એ રાત નો ઓવર ટાઈમ ને મારી ટ્રક ચાલે બેફામ
એ રાત નો ઓવર ટાઈમ ને મારી ટ્રક ચાલે બેફામ
રાત નો ઓવર ટાઈમ ને મારી ટ્રક ચાલે બેફામ
કે વચ મા તારુ ગોમ આયુ તારી યાદ આવી મારી જાન

એ આંશુ પડ્યું મારી આંખ થી ભૂલી ગયો હુ તો ભાન
એ આંશુ પડ્યું મારી આંખ થી ભૂલી ગયો હુ તો ભાન
વચ મા વાલુ ગોમ આયુ તારી યાદ આવી મારી જાન

એ ગોમ ના ગોદરે ગાડી વળી ને હયડા ગયા દાજી
હારી ગયો હુ તો મારી પ્રેમ ની રે બાઝી પ્રેમ ની રે બાઝી
સાથ ના દિધો નસીબે ના રાખ્યું મારુ મોંન
સાથ ના દિધો નસીબે મારા ના રાખ્યું મારુ મોંન
મારા હયડે તારુ નોમ આયુ તારી યાદ આવી મારી જાન
એ માલણ વચ મા તારુ ગોમ આયુ તારી યાદ આવી મારી જાન

હે દાદરા ચડતા ઉતરતા રે કદિયે ના રે થાકતી
મોરલો કહી ટહુકાર હોમ્ભળવા રાત આખી જાગતી
વાગે ગાડી નુ હોર્ન તો એ મેડીયે જોવા ભાગતી
મીઠુંડુ મલકાઈ ને મારા હયડા એ હરખાવતી

હો યાદ આવે એ દાડા દરિયા આંખે છલકાણા
વિતિ ગયો સમય ગયા મોગા મુલ ના ટાણા
મોગા મૂલ ના ટાણા

એ યાદ આવે છે મને વાલી મળતા તારી દુકાન
યાદ આવે છે મને ગોડી મળતા તારી દુકાન
વિહરે ના વિહરાય તારુ ખવડાયેલું પાન
એ વચ મા તારુ ગોમ આયુ તારી યાદ આઈ મારી જાન

હા તને મળવાની આ દિલ માં હતી આશા
દિધેલી નિશાની એ દિધા દલ ને રે દિલાશા
હો ગાંડી મારી
ધુડીયો થયો માર્ગ હવે રસ્તા થયા કાચા
ગાડી હોહે ડાળુ ફરી મળશુ ક્યારેક પાછા

હો રાત નો છેલ્લો પોર થયો હવે થઈ ગઈ બહુ મોડુ
તારી યાદો ને દલ માં લઇ ગામ તારુ છોડુ ગામ તારુ છોડુ

એ રાત નો ઓવર ટાઈમ ને મારી ગાડી ચાલે બેફામ
રાત નો ઓવર ટાઈમ ને મારી ગાડી ચાલે બેફામ
વચ મા તારુ ગોમ આયુ તારી યાદ આઈ મારી જાન
એ આવશે તારુ ગોમ ને યાદ તું આવીશ મારી જાન 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »