Mogal Maa Aarti Lyrics in Gujarati | મોગલ માઁ આરતી લિરિક્સ ગુજરાતીમાં

Mogal Maa Aarti - Piyu Gadhvi
Singer & Lyrics : Piyu Gadhvi
Music : Birju Kanthariya , Label : Amara Muzik Gujarati
 
Mogal Maa Aarti Lyrics in Gujarati
| મોગલ માઁ આરતી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે મચ્છરાળી દેવ, આંખમાં ભરી માત ગંગેવ, આંસુડા ધરું સત્ત ને સેવ, તું ત્યારે હાકલ કરતી
મોગલમાઁ ભગવતી, બાળ ને ખમ્મા ખમ્મા તું કહેતી, છોરું ના હૃદયે રમતી રહેતી, આરતી રોજ ઉતરતી
આરતી રોજ ઊતરતી
હે મોગલ, મચ્છરાળી, ભેળીયાળી તારી આરતી આહયાં રોજ રે ઊતરતી

ઓલો સુરજ જાણે હેલ, ચંદ્રમા કાનના કુંડળ ખેલ, ચુડલિયે તારલીયા ટમકેલ, તું કુમકુમ ડગલાં ભરતી
પાતાળે પ્રગટેલ, હેમાળે બેઠી હરખની ઘેલ, વાવોલિયા હરતા ફરતા ધુપેલ, આરતી રોજ ઉતરતી
આરતી રોજ ઊતરતી
હે મોગલ, મચ્છરાળી, ભેળીયાળી તારી આરતી આહયાં રોજ રે ઊતરતી

ઢોલ નગારા જતી, વગાડે હાક વેરાને સતી, સિંહણ રૂપે તું માઁ ડણકતી, તું સમદર સાત ઘૂઘવતી
ધરમ ધજા ફરકતી, થરર થર થરર થરર થરકતી, ડાક ડમ્મરની અઘોર ગતિ, આરતી રોજ ઊતરતી
આરતી રોજ ઊતરતી
હે મોગલ, મચ્છરાળી, ભેળીયાળી તારી આરતી આહયાં રોજ રે ઊતરતી

અંતરના આશિષ , પામવા ઝપટ નમાવું શિષ, રુદીયે રાખતી નહીં માઁ રિંસ, ગુનાહ તું માફ જ કરજે
અન્ન ધન અપરંપાર, દયાળુ દેજે તું દાતાર, સમરતા સદા રહે સંસ્કાર, માત તું અભરે ભરજે
આરતી રોજ ઊતરતી
હે મોગલ, મચ્છરાળી, ભેળીયાળી તારી આરતી આહયાં રોજ રે ઊતરતી

ઓખાધરની આઈ, ગોરવીયાળા ઓજત નીર માં ન્હાય, ભગુડે રમતી ઝમતી જાય, જીંડવે નાગણ કાળી
મચ્છરાળી મહાકાળ, છોરુંડા નો નહીં વાંકો વાળ, રાખ નિત પિયુ તણી સંભાળ, માત મણિધર વડવાળી

માત મણિધર વડવાળી
માત મોગલ મચ્છરાળી
માત ઓખાધરવાળી
માત ગોરવીયાળા વાળી 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »