Bajido Lyrics in Gujarati | બાજીડો લિરિક્સ ગુજરાતીમાં

Bajido - Gopal Bharwad & Manisha Bharwad
Singer : Gopal Bharwad & Manisha Bharwad
Music : Jackie Gajjar , Label : Jigar Studio
 
Bajido Lyrics in Gujarati
| બાજીડો લિરિક્સ ગુજરાતીમાં 
 
હો પાતળીયો પરોણો, પાંપણ પ્રેમળો 
બળિયોને એતો બાજીગરીયો
બાજીડો મને વાલોને વટ વાળો 

હો તુ હાલે ઉતાવળી, ધરતી ધ્રુજવતી
બબ્બે બેદલીયે ભારતી પણી 
તારી હરે મારી પ્રિત્યુ બાંધણી 

હો મુછનો દોરો દેખાય દધલો દિલનો એતો દરિયો
હો બાજીડો મારો રૂડો રૂપાળો, નસીબે મને માળીયો

હો તાંબા પીત્તલના તારી માથે છે બેડાલા
મારે તો તારી હરે છે નેડલા
ભવે ભવ રેશું આપને ભેળા 

હો હો બાજીડો મને વાલોને વટ વાળો 

હો સીમાડે સેતર, ઝપે છે ઝુપડા, ઘડુ તારા ઘરના રોટલા
જો જો રે પ્રેમ તમે ઓછો ના કરતા માણીગર મનના મોરાલા

હો મેતો  જોડીયા હાતીડા બપોર ટાણા, લય આવો ભાત પાણીડા 
એક ભાણામા જમાશુ આપણે મીઠુડા ભોજનીયા

હો બોલી મોભરે ચિબરી, આડી ઉતરી મીંદરડી
વાયરો વેરી એવો વાયો, અપશુકનની એંધાણી 

હો માંડ મેં જોયા સુખના શમાણા 
 ત્યાં દુઃખના ડુંગરે ઘેર્યા
મનથી માન્યા એને મારી નાખ્યા

હો મારા બાજીડાને હવે કોણ હમજાવે

હો આંખે જોયેલુ કાને પડેલુ, હોતુ નથી બધુ હાચુ રે
બાજીડા તમને ભાવતુ ભાણું, આજ આમ કેમ થેલ્યુ રે

હો ભરોહાના ભારે પ્રિત્યુ બાંધી, ગાંઠ્યું બાંધી હતી પ્રેમની
વચન ભુલી ગઈ ભેળા રેવાના, તારે મજબુરી હતી કેમની

હો એક તો શ્વાશ મારો તારા નામનો ઔરમા મેં તો ભર્યો
તારા વગર એક પલના જીવ તને ભરથર ભવનો મન્યો

હો ખોટા રે વેમમા, ભવ મારો બાળ્યો 
હૈયેથી હુ તો હવે હારી ગયો
આ બાજીડો કાળજે કકળીને રોયો

હે તોયે મારે મન મારો બાજીડો વાળો 
આ બાજીડો તારો ભૂલે ભટકાયો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »