Meldi Vare Chade Lyrics in Gujarati | મેલડી વારે ચડે લિરિક્સ ગુજરાતીમાં

Meldi Vare Chade - Udaybhai Dhadhal
Singer :~ Udaybhai Dhadhal , Lyrics:~ Daan Algari
Music :~ Kuldip Gadhvi , Label :~ Udaybhai Dhadhal
 
Meldi Vare Chade Lyrics in Gujarati
| મેલડી વારે ચડે લિરિક્સ ગુજરાતીમાં 
 
કોઈ રાંક સમજી રોળતાં નિર્ધન ગણીને નો ગણે 
રુઠ્યો છે એનો રામ એવું ભાઈ જાઈ પણ ભણે 
એવે વખત અવિલંબ નું જો નામ લેતાં આવડે 
પાહા પડે પોભાર ચંડી મેલડી વારે ચડે 

સામું જુવે નહીં સગો ને કોઈ સંબંધી નો સાંભળે 
ટેકો દિયણ કો ત્રિભુવનમાં માનવી ને નો મળે 
ઇ અવસરે મઢ મેલડી ને પાય લાગી જો પડે 
તો પાહા પડે પોભાર ચંડી મેલડી વારે ચડે 

નામ મંગળ મેલડીનું લિયે સાચા નેહથી 
જગદંબ એને જાળવેને સાચવે ભલ સ્નેહથી 
વમળથી ડુંકી  દમળમાં કરે કામ કડેધડે 
પાહા પડે પોભાર ચંડી મેલડી વારે ચડે

દુખથી દર્રદથી દોસ્તથી દુશ્મનોથી દમેલા 
વેવારથી થાકેલ હો કે નાત ગતથી નમેલા 
ઠેલેને ઠેલે ચડેલા જો ચડે માઁને ચોપડે 
પાહા પડે પોભાર ચંડી મેલડી વારે ચડે 

।। દુહા ।।
જગ બધું જુઠું પડે દેવનાં લાગે દાગ
તું સંભારજે સગા માતા સાચી મેલડી 

મંગળવારે ય માવડી તને કોઈ કફરા ચિંધે કામ
એનાં પાહા પોભાર પાડતી માઁ મેલડી તમામ

મેલડી મંગળ નામ છે પરચાળી પ્રખ્યાત
અમંગળ અહળાવજે મંગળ કરણી માત

અસુરા અવગતીયાં કોઈ ભુતની લાગે ભેહ
મેલડી કાઢે મલકનાં ખવીસ પલીત ને ખેહ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »