Mel Maran Meldi Lyrics in Gujarati | મેલ મારણ મેલડી લિરિક્સ ગુજરાતીમાં

Mel Maran Meldi - Nirav Barot
Singer :- Nirav Barot , Lyrics :- Kavi Sidhh Charan
Music :- Gaurang Pala , Label :- Nirav Barot Official
 
Mel Maran Meldi Lyrics in Gujarati
| મેલ મારણ મેલડી લિરિક્સ ગુજરાતીમાં 

સુખ કારણી દુઃખ ડારણી મદ મારણી પરમેશ્વરી
શંકર પ્રભુ સહ-ચારણી જગ તારણી પરમેશ્વરી
અપરાધ મારા અવગણી કરજો ક્ષમા પરમેશ્વરી
અરજી સુણી છોરું તણી કહેજો ખમ્મા પરમેશ્વરી

વહમે વખત હાજર હંમેશા એક સાદે આવતી
પરગટ રહી કળિકાળમાં કળિકાળને હંફાવતી
ચાહે મુસીબત હો બડી તું હર ઘડી આગે ખડી
વળગાટ વારણ કાઢ્ય કામણ મેલ મારણ મેલડી

બુટડે સવારી માત મારી જોગમાયા જોગણી
આનંદમાં રહે ઉર સુખ ભરપૂર દે શાંતિ ઘણી
પરચા તણો નહિ પાર મા બેઠી પરોલી તું વડી
વળગાટ વારણ કાઢ્ય કામણ મેલ મારણ મેલડી

આ વગ તણા જગમાં હવે તારી નજરમાં રાખજે
ઈર્ષ્યા કરે એના ય પર મીઠી નજર તું નાખજે
મનથી બનું ના રંક કહું નિઃશંક માગું માવડી
વળગાટ વારણ કાઢ્ય કામણ મેલ મારણ મેલડી

તું કૃપા કરણી અમી ઝરણી પાપ હરણી ઇશ્વરી
તારા ચરણમાં શરણ લેતા કષ્ટ હર લેતી હરી
લાગુ લડી હું પાય હે મહામાય તું અલબેલડી
વળગાટ વારણ કાઢ્ય કામણ મેલ મારણ મેલડી

હો મ્હેર તારી જે ઉપર મીઠી નીંદર ઇ માણતા
સતકર્મ ને નીતિ કરી તારો ભરોહો રાખતા
કવિ “સિદ્ધ” કે પેઢી તરે તુજ નામ લેતા બે ઘડી
વળગાટ વારણ કાઢ્ય કામણ મેલ મારણ મેલડી 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »