Mata Ji Na Pagla Lyrics in Gujarati | માતાજીના પગલાં લિરિક્સ ગુજરાતીમાં

Mata Ji Na Pagla - Nitin Barot
Singer : Nitin Barot
Music : Sunil Thakor & Jagdish Thakor
Lyrics : Darshan Baazigar , Label : Jhankar Music
 
Mata Ji Na Pagla Lyrics in Gujarati
| માતાજીના પગલાં લિરિક્સ ગુજરાતીમાં 
 
હે માં હો હે માં હો માં

હો સુરજના તેજ તપ્યા અજવાળા આભે અડ્યા
હો સુરજના તેજ તપ્યા અજવાળા આભે અડ્યા
સુરજના તેજ તપ્યા અજવાળા આભે અડ્યા
ચાંદો ચડ્યો છે આકાશ
માડી તારા પગલાથી પ્રગટ્યો પ્રકાશ

હો લોકો સૌ ટોળે વળ્યા માના આશીષ મળ્યા
લોકો સૌ ટોળે વળ્યા માના આશીષ મળ્યા
ચાંદો ચડ્યો છે આકાશ
માડી તારા પગલાથી પ્રગટ્યો પ્રકાશ
માં અંબા તારા પગલાથી પ્રગટ્યો પ્રકાશ

માં તારા આવવાના એંધાણ થયા
દર્શન આજ માં અંબાના થયા
હો અવની પર અજવાળા કેવા રે થયા
ચૌદે ભુવનમાં દીવડા થયા

હો હૈયાના હેત ઢળ્યા માના દર્શન થયા
હૈયાના હેત ઢળ્યા માના દર્શન થયા
ચાંદો ચડ્યો છે આકાશ
માડી તારા પગલાંથી પ્રગટ્યો પ્રકાશ
અરે માડી તારા પગલાથી પ્રગટ્યો પ્રકાશ

હો નવરંગી ઓઢણીમાં તારલા મઢયા
સોરે શણગાર માતે કેવા રે સજ્યા
હો પગલે પગલે માડી ફૂલડા જર્યા
ચાચર ચોકમાં રમવા આવ્યા

હો સુરજના તેજ તપ્યા અજવાળા આભે અડ્યા
સુરજના તેજ તપ્યા અજવાળા આભે અડ્યા
ચાંદો ચડ્યો છે આકાશ
માડી તારા પગલાંથી પ્રગટ્યો પ્રકાશ

હો લોકો સૌ ટોળે વળ્યા માના આશીષ મળ્યા
લોકો સૌ ટોળે વળ્યા માના આશીષ મળ્યા
ચાંદો ચડ્યો છે આકાશ
માડી તારા પગલાથી પ્રગટ્યો પ્રકાશ
હો માડી તારા પગલાંથી પ્રગટ્યો પ્રકાશ
અરે માડી તારા પગલાંથી પ્રગટ્યો પ્રકાશ
માં અંબા તારા પગલાંથી પ્રગટ્યો પ્રકાશ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »