Kadva Ven Lyrics in Gujarati | કડવા વેણ લિરિક્સ ગુજરાતીમાં


 Kadva Ven
Singer : Reshma Thakor & Kuldeep Barot
Lyrics : Darshan Bazigar , Music : Rahul - Ravi
Label: T-Series
 
Kadva Ven Lyrics in Gujarati
| કડવા વેણ લિરિક્સ ગુજરાતીમાં 
 
હે તમે કડવા એવા વેણ અમને બોલ્યા
હે તમે કડવા એવા વેણ અમને બોલ્યા
કે તમે કડવા એવા વેણ અમને બોલ્યા
કે સાયબા તમે શરમના છેડા છોડી મેલ્યા

હે અમે ખોટો એક શબ્દ નથી બોલ્યા
હે અમે ખોટો એક શબ્દ નથી બોલ્યા
ગોરાંદે તમને કડવા વેણ નથી બોલ્યા

તારો વોંક હશે ના બોલે મારી મા
હૉભર્યું હશે પિયર તને જાવુ હોય તો જા
તારો વોંક હશે ના બોલે મારી મા
હૉભર્યું હશે પિયર તને જાવુ હોય તો જા

તે તમે ના બોલવાનુ અમને બોલ્યા
કે તમે ના બોલવાનુ અમને બોલ્યા
કે સાયબા તમે શરમના છેડા છોડી મેલ્યા
ગોરાંદે તમને કડવા વેણ નથી બોલ્યા

અરે કોમ થી કંટાળી ને ઘરે નેઠ આવુ
તમારા ઝગડા મા મારે ચ્યો જાવુ
ઉપરણું લ્યો છો તમે ખાલી ખોટુ માનુ
મા નુ કેવુ હોભળો છો અમારું નો માનો

હો ઘર સે ઘણું મોટુ વાહણ ખખડ્યા કરે
તુ તારુ કર મા તો બોલ્યા કરે
હો ઘર સે ઘણું મોટુ વાહણ ખખડ્યા કરે
તુ તારુ કર મા તો બોલ્યા કરે

હે તમે કડવા એવા વેણ અમને બોલ્યા
હે તમે કડવા એવા વેણ અમને બોલ્યા
કે સાયબા તમે શરમના છેડા છોડી મેલ્યા
ગોરાંદે તમને કડવા વેણ નથી બોલ્યા

હો લેબડા ના છોયે બેહો ચાલુ કરો પંખા
આપડા ઘર માં ના કરો ખોટી કંકા
હો બેન ને પૂછો હુ ઘડીક હાહ ખઉ છુ
મા બાપ ને જમાડીને પછી બહાર જઉ છુ

સુખ સે ઘર મા જાજુ શોંતી થી તમે રો
એકબીજાની આઘાપાસી હવે ના કરો
સુખ સે ઘર મા જાજુ શોંતી થી તમે રો
એકબીજાની આઘાપાસી હવે ના કરો

એ હવે તમારુ કેવુ અમે મોન્યાં
એ હવે તમારુ કેવુ અમે મોન્યાં
કે સાયબા તમે મારુ કેવુ હવે હમજ્યા
એ ગોરાંદે તમને કડવા વેણ નથી બોલ્યા
કે સાયબા તમે મારુ કેવુ હવે હમજ્યા 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »