Aatham Aai Dhunkadi Lyrics in Gujarati | આઠમ આઈ ઢૂંકડી લિરિક્સ ગુજરાતીમાં


 
Aatham Aai Dhunkadi Lyrics in Gujarati
| આઠમ આઈ ઢૂંકડી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે ગોકુળ હે આઠમ
હે ગોકુળ આઠમ આઈ ઢૂંકડી રે
હે ઢોલા આઠમ આઈ ઢૂંકડી રે
હે ભલે આઠમ આઈ ઢુંકડી રે

હે આયો મારા મૈયેર થી સંદેશ
જાવું મારે પીયર વાળા દેશ
આઠમ આઈ સે પિયુ ઢૂંકડી રે

હે હમણાં જઈ આયા છો મૈયર
હાચવો હમણાં આપડું ઘર
ખોટી વાતે મને ના ઓકડતી રે
કે આઠમ આઈ સે પિયુ ઢૂંકડી રે

હો ચમ ના પાડો પિયુ હૈયે હરખ સે
તમને ના કઉં તો બીજા કન જઈને કઇએ
હો બધી વાત હાચી પણ નોકરી હાત વાગે
તમારા જેમ ટિફિન કોણ કરી આપે

હે કરજો તમે બે દાડા કોક વેત
આઇસ જલ્દી નહી કરું લેટ
આઠમ આઈ સે ઢોલા ઢૂંકડી રે

નથી ભાવતું ઢોલા ભાવસે
હે બારનું ભાવતું નથી ભોણું
ભૂખે રઉ કરું હુંતો એક ટોણું
ભલે આઠમ આઈ ઢુંકડી રે
હે આઠમ આઈ સે પિયુ ઢૂંકડી રે

હો જવાદોને મને જાજી રોકઈ નઈ તોકણ
મને ખબર સે જાજા કોમ સે ઓયકણ
હો ઘરના કરો કોમ ખોટી મેલો રાડ્યું
હવાર થી એકની એક પકડી બેઠા વાતું

હે માં એ મને આપી જવાની રજા
તમે ના પાડસો તો આવશે નઈ મજા
છેલ્લી વખત કઉં છું જવાદયો રમવા રે

હે રાજી થઈને હા હા રે ઢોલા
હે રાજી થઈને જો કોનુંડો રમવા
જટ તૈયાર થો આવું મેલવા
પાસો આઇશ વાલી તને તેડવા રે

હે ગોકુળ આઠમ આઈ ઢૂંકડી રે
હો આઠમ આઈ સે ઢોલા ઢૂંકડી રે 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »