Tame Bijane Khush Karo Ame Aekla Khush Chiye Lyrics in Gujarati | તમે બીજાને ખુશ કરો અમે એકલા ખુશ છીએ લિરિક્સ ગુજરાતીમાં


 Tame Bijane Khush Karo Ame Aekla Khush Chiye - Dhaval Barot
Singer - Dhaval Barot , Lyrics - Hitesh Sobhasan
Music - Hitesh Sobhasan , Label - Kushma Production
 
Tame Bijane Khush Karo Ame Aekla Khush Chiye Lyrics in Gujarati
| તમે બીજાને ખુશ કરો અમે એકલા ખુશ છીએ લિરિક્સ ગુજરાતીમાં 
 
નથી જરૂર તને મારી
હો નથી જરૂર તને મારી
તો મને પણ નથી જરૂર તારી
હો જોઈ લીધી તારી બેવફાઈ
તને જીવવા નહી દે આ જુદાઈ

હો બીજા હારે ફરતા મેં જોઈ નરી આંખે
ખુશ રેજે એની જોડે ખુશ જો એ રાખે
અમારી મસ્તીમાં મસ્ત અમે રહીએ
તમે બીજાને ખુશ કરો અમે એકલા ખુશ છીએ
હો તમે બીજાને ખુશ કરો અમે એકલા ખુશ છીએ

હો જે રસ્તાએ આપણે મળ્યા હતા
ત્યાં થી ના નીકળતા નહી તો રોઈ જશો
દિધેલા હતા જે તમારા વાયદાઓ
યાદ કરી લેજો કા તો ભૂલી જાજો

હો નોની નોની વાતે તમે યાદ મને કરવાના
અમે જ દેખાઈશું જો તમે પયણવાના
અમારી મોજમાં મસ્ત અમે રહીએ
તમે બીજાને ખુશ કરો અમે એકલા ખુશ છીએ
હો તમે બીજાને ખુશ કરો અમે એકલા ખુશ છીએ

સાચા દિલથી અમે પ્રેમ કરવાને
અમે તો નેકળી પડ્યા હોમે તમે રે નડ્યા
દુનિયાની હોમે એકલા થઈને અમે
તારા ખાતર લડ્યા ખોટા કુવામાં પડ્યા

હો દિલથી કર્યા હતા તારી પર ભરોસા
દિલથી આપીએ દિલને દિલાસા
અમારી ખુશીમાં મસ્ત અમે રહીએ

તમે બીજાને ખુશ કરો અમે એકલા ખુશ છીએ
હો તમે બીજાને ખુશ કરો અમે એકલા ખુશ છીએ 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »