Shimado Lyrics in Gujarati | સીમાડોલિરિક્સ ગુજરાતીમાં

Shimado - Hansha Bharwad & Savan Bharwad
Singer : Hansha Bharwad & Savan Bharwad
Music : Chirag Goswami , Lyrics : Kandhal Odedara
Label : S S Digital
 
Shimado Lyrics in Gujarati
| સીમાડોલિરિક્સ ગુજરાતીમાં 
 
આ હો હો હો હો

કે તારા બોલે હું બંધાઉં કે તારા હૈયા માં સમાઉં
તને બનાવી વહુરાણી જટ ઉમરે હાલી આવ
ના ખોટું તું ભરમાવ હું તો નહીં રે રહી જાવ
લખણ ખોટા તારા પેતરા બીજે જઈ બતાવ

હે તને લીધા વગર તો ના વટું ગામનો તારા સીમાડો
કે આ તને લીધા વગર તો ના વટું ગામનો તારા સીમાડો
કે ભલે ફાટી જાય આખી ધરતીને આંભે પડે તિરાડો
હા મનડું હઠ લઈ બેઠું દલડું હખ નથી લેતું
કે તું છે મારો દરિયો ને હું છું તારો કિનારો

હો તમે કાલું ઘેલું ને મીઠું રે બોલી પ્રેમમાં ના મને ડૂબાડો
મજધારે મેલી જાશો તમે બનશે એવો એક દાડો
હે મને ભરોહો ના થાય વિશ્વાસ તારો ના કરાય
છોડો મારું ગામ ને છોડો ગામનો સીમાડો

કે તને લીધા વગર તો ના વટું ગામનો તારો સીમાડો
હો તમે કાલું ઘેલો ને મીઠું રે બોલી પ્રેમમાં ના મને ડૂબાડો

હો સમળાની શેરીએ મનડાની મેડીએ
આવશું રે વાલી જાન અમે જોડીને
દલ ના રે ઓ દગાળા નિયતના ઓ ધુંતારા
વાતોના રે કર તું મોટી મોટી રે

કે તારા મોઘેરા માંગ કયો તો કરું મારો પ્રાણ
સોનાની ઓ રાણી આવી હૃદયે મારા લઈ લો સ્થાન
હો થઈ જા હે ઘડી જોયા જેવી મગજ ના મારુ બગાડો
હો શાનમાં કહું છું હમજી જો ને તમે અહીંથી જતારો

હો મારું મોઘાદાર ઘર હવની હોય છે નજર
છોડો મારું ગામ કેમ લીધો આટલો ઉપાડો

હો હો હો જિંદગીભર મારી મેના રાણી માગુ તારો સથવારો
હો હાથ જોડી તમને કહું છું હું ના કરશો ખોટો ભવાડો

હો માની જો મારી વાલી દલની લ્યો ડોર બાંધી
અમર કરી દો મારી પ્રેમ કહાની
હો નિરાંતે જવાબ દેશું ઉતાવળે પગલું ના ભરશું
વિચારીને કહેશું તમને ફોન કરીને

હે હું તો જોવું ના રે વાટ કહી દે કહી દે વાલી આજ
આજ પ્રાણ ભલે છૂટે ના છોડું તારો સીમાડો
થોડો ભરોસો તું તો કરી લે બોલી નહીં ફરે સાવન દીવાનો

લાગે છે એવું બીજે નહીં મળે પ્રેમ આવો કરનારો
કે તારી સંગે જીવવું મરવું બાંધું હું સંસાર મારો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »