Prem Nu Panetar Lyrics in Gujarati | પ્રેમ નું પાનેતર લિરિક્સ ગુજરાતીમાં

Prem Nu Panetar - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Music : Vishal Vagheswari
Lyrics : Virendra Raval Sardarpur , Label : T-Series
 
Prem Nu Panetar Lyrics in Gujarati
| પ્રેમ નું પાનેતર લિરિક્સ ગુજરાતીમાં 
 
હો મને ગમવા લાગી તમારી મોહબ્બત
હો મને ગમવા લાગી તમારી મોહબ્બત
તમે બની ગયા મારી જરૂરત
હો રાજ મને ઓઢાડો પ્રેમનું પાનેતર

હો મારી જોડે ચાલવું તમારી રાહ પર
મને મળી જાય માંગેલી મન્નત
હો રાજ મને ઓઢાળો પ્રેમનું પાનેતર

હો દિલ મારું તારી સાથે રહેવા માંગે
આંખો થી દિલમાં ઉતરવા માંગે
હો મને ગમવા લાગી તમારી મોહબ્બત
તમે બની ગયા મારી જરૂરત
હો રાજ મને ઓઢાળો પ્રેમનું પાનેતર
હો સાયબા મને ઓઢાળો પ્રેમનું પાનેતર

હો જોયા જ્યારે પહેલી વાર દિલ બેહાલ છે
હાથની લકીરમાં તમારા જ નામ છે
હો હર જન્મ મારે ભેળા રહેવાની આશ છે
મારા દિલનો બસ એક તું રે શ્યામ છે

હો તારા વિના મને ઘડી ના ફાવે
જિંદગી જીવવી મારે તારા સહારે
હો મને ગમવા લાગી તમારી મોહબ્બત
તમે બની ગયા મારી જરૂરત
હો રાજ મને ઓઢાળો પ્રેમનું પાનેતર
હો સાયબા મને ઓઢાળો પ્રેમનું પાનેતર

હો અમીભરી નજર રાખી તમારા બનવું છે
સિતારો તું ને મારે ચાંદ તારા બનવું છે
હો તારા પ્રેમમાં મારે મશહૂર થવું છે
તું સંગીત તારું ગીત મારે બનવું છે

હો દિલની દોર બાંધવી તારી રે હારે
તૂટે ના બંધન આ કોઈ પડકારે

હો મને ગમવા લાગી તમારી મહોબ્બત
તમે બની ગયા મારી જરૂરત
હો રાજ મને ઓઢાડો પ્રેમનું પાનેતર
હો સાયબા મને ઓઢાળો પ્રેમનું પાનેતર
હો રાજ મને ઓઢાળો પ્રેમનું પાનેતર
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »