Umbra Vaali Lyrics in Gujarati | ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે લિરિક્સ ગુજરાતીમાં

Umbra Vaali - Osman Mir
Singer : Osman Mir , Music : Kedar-Bhargav
Lyrics : Bhargav Purohit , Label : Jannock Films
 
Umbra Vaali Lyrics in Gujarati
| ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે લિરિક્સ ગુજરાતીમાં 
 
હે માડી ચૌદે ભરમાંડ તારી કોખમાં રે 
તું તો બેઠી ગબ્બર જેવા ગોખમાં રે 
આજ આવી નવરાત આવ ચોકમાં રે 
દેવા ભક્તિની રીત તારી લોકમાં લોકમાં લોકમાં રે 

ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે 
હે ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે 
હે મારી ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે 

હે રાજી ઘરમાં જો નાર 
એ જ તારો શણગાર 
તારા દીવડાની જ્યોત એના સ્મિતમાં 

એનો નમણો ખીલકાટ 
તારે ચહેરે ચમકાટ 
એનું સપનું વણાયું તારા ગીતમાં 

એના હૈયે ઉમંગ તારો રંગ માડી 
તારી કીર્તિ ગવાજો એના સંગમાં સંગમાં સંગમાં રે 

ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે 
હે મારી ઉંબરાવાળી રીઝે તો ડુંગરાવાળી રીઝે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »