Mari Mahisagar Ni Aare Lyrics in Gujarati | મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે લિરિક્સ

Mari Mahisagar Ni Aare - Aishwariya Majmudar
Singer : Aishwariya Majmudar
Music : Moulik Mehta & Rahul Munjariya
Lyrics : Traditional
 
Mari Mahisagar Ni Aare Lyrics in Gujarati
| મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે લિરિક્સ 
 
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં સોનીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારા માની નથણીયું લાવે સે
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં સુથારી આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારી માનો બાજોઠીયો લાવે સે
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

ગામ ગામનાં દોશીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારી માની ચુંદડીયો લાવે સે
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે

હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »