Kholiya Judane Jiv Aekj Jevo Lyrics in Gujarati | ખોળીયા જુદાને જીવ એકજ જેવો લિરિક્સ ગુજરાતીમાં

Kholiya Judane Jiv Aekj Jevo - Parth Gadhavi & Kuldeep Gadhavi
Singer  :-  Parth Gadhavi & Kuldeep Gadhavi
Lyrics  :-  Yuvraj Charan & Deep Charan
Music  :-  Gaurang Pala , Label :- Parth Gadhav Official
 
Kholiya Judane Jiv Aekj Jevo Lyrics in Gujarati
| ખોળીયા જુદાને જીવ એકજ જેવો લિરિક્સ ગુજરાતીમાં 
 
હો કરશન કેવો કે તુને રામ રે કેવો 
આભ જેવા ટેકા આપે ભાઈ છો એવો 
ખાલી ખોલીયા 
એ ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો
એ ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો

હો હું તારા જેવો ને તું મારા રે જેવો 
કાલો ઘેલોને વીરો કરણ જેવો
ખાલી ખોલીયા 
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો

ઓ બાજી બોલીને પાછો મારી ભેળો હાલતો
એક થાળીએ બેહી મારી ભેળો ખાતો
હો ...હજારો મળ્યા એમાં એક જ તું ખાસ છે
 છેટો ન જાતો તું તો શ્વાસોનો શ્વાસ છે 

હો હું તારા જેવો ને તું મારા રે જેવો 
કાલો ઘેલોને વીરો કરણ જેવો
ખાલી ખોલીયા 
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો

હો હજારો શું કરવા હાવજ એકે હજારા
તું હોય હારે પછી દિવસો મજાના
હો દિલના આ નાતાના ના હોય દેખાવા
ભાગશાળી હોય મળે ભાઈબંધ આવા 

હો લાખોમાં એક તું છો હીરો રે મારો
ભાઈબંધ નથી તું તો ભાઈ છે મારો 
ખાલી ખોલીયા 
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો

હો કાળજા કઠણ મુખે ભલે સાદો સીધો
સંકટમાં સાથ છોડે એતો કોક બીજો
હો નથી ખાલી નાતો આ જીવતા જીવવાનો
મર્યા પછી મોકાળે હારે મળવાનો

હો જમ હારે બાઘીલે ના જેવો રે તેવો
મુઠીમાં મોત રાખે વાઘના જેવો 
ખાલી ખોલીયા 
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો

હો જીવતર માટે જેમ શ્વાસ છે જરૂરી
તારા વિનાની એમ જિંદગી અધૂરી
ઓ નાણા શું કરવા એ તો બધી મોહ માયા
મિલકતથી મોંઘા અમે ભાઈબંધ કમાયા

હો દીપ યુવરાજ કે તું દિલનો દરિયો
ભાઈ બંધ માગ્યોને તું ભાઈ રે મળ્યો
ખાલી ખોલીયા 
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો
હે ખાલી ખોળીયા જુદાને જીવ એકજ જેવો 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »