Jogmaya Lyrics in Gujarati | જોગમાયા લિરિક્સ ગુજરાતીમાં

Jogmaya - Bhavesh Ahir
Singer : Bhavesh Ahir , Lyrics : Pratik Ahir 
Music : Tejas Rushik , Lable - Bhavesh Ahir 
 
Jogmaya Lyrics in Gujarati
| જોગમાયા લિરિક્સ ગુજરાતીમાં 
 
જોગમાયા નવેખંડા આદિ નારાયણી અંબા.
જુગે જુગે જગદંબા, ચારે વેદે વખણાઇ.
છોરું જાણી કરે ખમ્મા,તાળી પાડી રાસ રમાં.
નાદ  ગગને ગજાઈ, દસે દિશે સંભળાઈ.
 
તું હી કચ્છધણીયાણી,આશાપુરા મઢવાળી
રણકાંઠે રખવાળી તું હી રાવરાય.
થઈ સાંઢણી સવાર, રાહ ચીંધજે મોમાઈ.
રૂપ લિયા વિકરાળ, રુદ્રાણી કહેવાઈ.
ડુંગરે ડણકતી, દૈત્યો ને હણતી
પંચાળ ઘરે ચંડી ચામુંડા પૂજાઈ.
સિકોતર સુખકારી,વાણવટી વાણતારી.
વંદન હજાર તું ને વરૂડી વારાઈ.

મકરાણે બેઠી માત,પૂન દઈ હરે પાપ.
ઉગારે ધર્મ કાજ, માત હિંગળાજ.
તુળજા ભવાની માડી  કોયલા પહાડવાળી.
હરસિદ્ધિ,હોલ પુરો હૈયા તણી હામ.
ડુંગરેચી,નાગણેચી, જલથળ વસનારી
લાખણેચી તારા  ગઢ ગામે રે મુકામ.
તાતંણીયે તોળા રાજ માટેલ ધરે માં વાસ.
સાતે બેનું સામટી, માં બેઠી ખોડીયાર.

ચારણ કુળ તારણી,વંશને વધારણી.
ભવે ભય હારણી માં સોનલ સદાય.
મહિડાની મારણી રાજને ઉથાપણી.
જેતી જોરાળી જાજી ખમ્મા નાગબાઈ.
વડલે તું વડવાળી,મણીધર મચ્છરાળી.
ક્રોધાળી, કૃપાળી કાળે ભેળિયે ભળાઈ.
મોગલ મંગલકારી,રૂદે રિજ રાખનારી.
હાચે ભાવે ભગવતી ભેળીતું ભળાઈ.

ખાંડા ખપ્પરવાળી, હાથે ત્રીશૂળ ધારી.
લઈ માથે ગરબો  માં કરે રે કિલ્લોલ.
રાત જામ રઢિયાળી,રંગે રમે રંગતાળી.
સંગમા સાહેલિયુ કરેમાં હિલોળ
ઝાઝા પગે ઝૂમતી,ફરે લાલ ફુદડી.
ચોસઠ જોગણિયું રમે આસપાસ.
વેલેરા પધારો માડી,આસ પૂરો બિરદાળી.
નવલી આવી રે  આઇ નોરતાની રાત. 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »