Bheli Raho Bhagwati Lyrics in Gujarati | ભેળી રહો ભગવતી લિરિક્સ ગુજરાતીમાં

Bheli Raho Bhagwati - Devin Odedra
Singer : Devin Odedra Lyrics  : Pratik Ahir
Music  : Gaurang Pala , Label : Aalbai Ma
 
Bheli Raho Bhagwati Lyrics in Gujarati
| ભેળી રહો ભગવતી લિરિક્સ ગુજરાતીમાં 
 
તારા સીવા આધાર મારુ કોણ જગમા ઈશ્વરી 
પરગટ રહી પરમાણ માતુ આપજે પરમેશ્વરી 
છોરૂ કછોરૂ થાય માતુ વખત વેલી આવજે
ભેળી રહો મા ભગવતી તુ લાજ મારી રાખજે (2)

લઈ ભાર હુ ભવનો ફરુ ઊતાર જે તુ માવડી
ભુલ્યો નથી હુ ભગવતી તુજ નામને એકે ઘડી 
મોડુના કરજે માવડી તુ એક આંટો મારજે
ભેળી રહો મા ભગવતી તુ લાજ મારી રાખજે (2)

આવી ઉભો તમ આંગણે રાવુ લઈ રૂદીયે ધણી
નવખંડની ધણીયાણ પણ ચિંતા તને છોરુ તણી
અંજવાળતી અવકાશને મુજ ખોરડુ દિપાવજે 
ભેળી રહો મા ભગવતી તુ લાજ મારી રાખજે (2)

જળ થળ વસે નેહડે નગર ડુંગર તાળો દરબાર છે
બ્રહા,શીવા,વિષ્ણુ વિધાતા તુજથી આ સંસાર છે
શકિત સ્વરૂપમા સર્વદા મા અભયપદ તુ આપજે 
ભેળી રહો મા ભગવતી તુ લાજ મારી રાખજે (2)

આલબાઈ તુ નાગબાઈ તુ આશાપુરા કચ્છદેશની 
રાજબાઈ તુ ચાપબાઈ તુ હોનબાઈ તુ મઢડા તણી
સાતે બેનડીયુ સાથમા તુ ખોડલી ખમ્મકારજે
ભેળી રહો મા ભગવતી તુ લાજ મારી રાખજે (2) 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »