Abhe Thi Utarya Maa Lyrics in Gujarati | આભે થી ઉતર્યા માં લિરિક્સ ગુજરાતીમાં

Abhe Thi Utarya Maa - Happy Lucky Rabari
Singer : Happy Lucky Rabari , Lyrics : Darshan Baazigar
Music : Kamlesh Kadiya , Label : Rameshwar Digital 
 
Abhe Thi Utarya Maa Lyrics in Gujarati
| આભે થી ઉતર્યા માં લિરિક્સ ગુજરાતીમાં 
 
હો આભે થી ઉતર્યા માં
હો આભે થી ઉતર્યા માં
હો માવડી કુમકુમ પગલે
કુમકુમ પગલે

હો ભલે પધાર્યા મોરી માં
હો માવડી રૂમ ઝૂમ રથડે
રૂમ ઝૂમ રથડે

હો સોળે શણગાર સજ્યા છે માં યે
હેત ના ઓઢણ ઓઢ્યા છે માં યે
હો સોળે શણગાર સજ્યા છે માં યે
હેત ના ઓઢણ ઓઢ્યા છે માં યે

હો આભે થી ઉતર્યા માં
હો માવડી કુમકુમ પગલે
કુમકુમ પગલે

હો આસો ની અજવાળી રાત મા
ચાંદલિયો ખિલ્યો ભલી ભાત મા
હો માં અંબા રમે નવલી રાત મા
ગરબે ઘુમે સૈયરોં ની સાથ મા

હો ઝણણણ ઝાંઝર ઝણકે છે માં ને
પગ માં ઘુઘરી ઘમકે અંબા ને
ઝણણણ ઝાંઝર ઝણકે છે માં ને
પગ માં ઘુઘરી ઘમકે અંબા ને

હો રમવા નીસર્યા માં ઓ માવડી
કુમકુમ પગલે કુમકુમ પગલે

હો અંબર થી ઉતર્યા માં અંબા ભવાની
રૂપલે મઢી રાત એના રંગ આસમાની
હો ગરબે ઘુમે માવડી લઈ હાથ તાળી
સંગે મહાકાલી માં બહુચર બાળી

હો ફરર ફૂંદડી ફરે મારી માડી
ગરબે ઘુમતા માં ભોળી ભવાની
ફરર ફૂંદડી ફરે મારી માડી
ગરબે ઘુમતા માં ભોળી ભવાની

હો આભે થી ઉતર્યા માં
હો માવડી કુમકુમ પગલે
કુમકુમ પગલે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »