Thakardhani Lyrics in Gujarati | ઠાકરધણી લિરિક્સ ગુજરાતીમાં

Thakardhani - Sagar Patel
 Singer : Sagar Patel ,  Lyrics : Janki Gadhavi
Music : DJ Kwid & Gaurav Dhola , Label : Sagar Patel Official
 
Thakardhani Lyrics in Gujarati
| ઠાકરધણી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે મારા ઠાકર હે મારા ઠાકર
ફરતો ગમ ગમ ગમાટ રમતો રમ રમ રમાટ
એવો નટખટ છે બાપ મારો ગિરધારી
ટચલી આંગળીએ એતો ઉપાડી ગોવર્ધન
લીલા કરે વિરાટ મારો ગિરધારી

હે હાલો ગોવાળિયા ગોવાળિયા હાલો ગોવાળિયા
જઈએ રે આજ જાવું છે દ્વારિકા ધામ
ત્યાં મળે શામળીયો શામળીયો મળે શામળીયો
કેવું છે તારી હારે રેવું મારા શ્યામ

એવો ઠાકરનો છે ઠાઠ રે મને જોવો ગમે એ આંખને
અરે ઠાકરનો છે ઠાઠ રે વાલા જોવો ગમે એ આંખને
એવો નમણો શામળીયો ગિરધારી

એ હાથે લાકડી માથે પાઘડી વગાડે બેઠો વાહળી
રે મારો ઠાકરધણી હો રે મારો ઠાકરધણી
એ હાથે લાકડી માથે પાઘડી વગાડે બેઠો વાહળી
રે મારો ઠાકરધણી હો રે મારો ઠાકરધણી

હે ઠાકર આપે જીવને મારા ઠાકર મારો જીવ
મારા ઠાકર આપે જીવને બોલું ઠાકર આખોદી
હે મારા ઠાકરધણી તને ખમ્મા ધણી રે
ઠાકર ધણી તને ખમ્મા ધણી રે
જોઈ તમને આંખોને ટાઢક થાય રે

એ હાથે લાકડી માથે પાઘડી વગાડે બેઠો વાહળી
રે મારો ઠાકરધણી હો રે મારો ઠાકરધણી
એ હાથે લાકડી માથે પાઘડી વગાડે બેઠો વાહળી
રે મારો ઠાકરધણી હો રે મારો ઠાકરધણી

હો મને એની માયા લાગી રે જોવું ઠાકર ચારે કોર
મારા ઠાકર જેવો કોઈ નહી મારો ઠાકર છે અણમોલ
એવી લગની લાગી મારા મનમાં ચડી રે
લગની લાગી મારા મનમાં ચડી રે
કાનુડો તો મનને મોહી જાય રે

એ હાથે લાકડી માથે પાઘડી વગાડે બેઠો વાહળી
રે મારો ઠાકરધણી હો રે મારો ઠાકરધણી
એ હાથે લાકડી માથે પાઘડી વગાડે બેઠો વાહળી
રે મારો ઠાકરધણી હો રે મારો ઠાકરધણી

હાથે લાકડી માથે પાઘડી વગાડે બેઠો વાહળી
રે મારો ઠાકરધણી હો રે મારો ઠાકરધણી 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »