Palav No Chhayo Lyrics in Gujarati | પાલવ નો છાયો લિરિક્સ ગુજરાતીમાં

Palav No Chhayo - Tejal Thakor & Pravin Patel
Singer : Tejal Thakor & Pravin Patel
Lyrics : Lakhubha Sarvaiya , Music : Ravi - Rahul
Label : Naresh Navadiya Organizer
 
Palav No Chhayo Lyrics in Gujarati
| પાલવ નો છાયો લિરિક્સ ગુજરાતીમાં
 
છોડી હું તો પરદેશ ગોરી મારી આવું છું આપણે ગામ
હો છોડી હું તો પરદેશ ગોરી મારી આવું છું આપણે ગામ
ઉભી રેજે તું મળવા પાદર મેલી ઘરના કામ
થાશું બાર મહિને ભેળા વીતશે વિરહની વેળા
થાશું બાર મહિને ભેળા વીતશે વિરહની વેળા

હે લઈ હેલારો જળના બાને જાવું સરોવર પાર
હે લઈ હેલારો જળના બાને જાવું સરોવર પાર
લાલ બાંધણીએ ઓળખી લેજે તારા ઘરની નાર
ભર્યું હશે બેડલે પાણી ઉભી હશે ઘૂમટો તાણી
ભર્યું હશે બેડલે પાણી ઉભી હશે ઘૂમટો તાણી

હે હરખ ઘણો હૈયે મારા કરવી ઘણી વાત
રાખવી પડે મારે તમારા માવતર ની મરજાદ
હે જાવ હું વાલી વાડીએ તમે લઈને આવો ભાત
જમશું ભેળા ભાવતા ભોજન કરશું મીઠી વાત

હે આવતી યાદો રોજ તમારી ને જાગતી આખી રાત
હે આવતી યાદો રોજ તમારી ને જાગતી આખી રાત
ક્યારે આવે મારો મન બેહુલો પ્રેમનો લઈ વરસાદ
ભીજાવું છે પ્રેમની ધારે રેવું નથી એકલું મારે
ભીજાવું છે પ્રેમની ધારે રેવું નથી એકલું મારે

હે નોકરી નથી કરવી નથી રેવું તારાથી દૂર
લાગે છે હવે આપણે છે એક બીજાની જરૂર
હે પેરી લ્યો ને પિયુજી મારા તમે તમારો વેશ
જોડે જીવશું જીવતર સાજણ આપણે આપણ દેશ

હે હતું જે મારા હૈયામાં એની કરી દીધી તમે વાત
હતું જે મારા હૈયામાં એની કરી દીધી તમે વાત
થઈ ગઈ છે રે આજ ગોરી મારા નેણોને ની રાજ
જોલો આંખડીએ આયો આપો પાલવનો છાયો
જોલો આંખડીએ આયો આપો પાલવનો છાયો

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »