Na Malyu Koi Tara Jevu Lyrics in Gujarati

Na Malyu Koi Tara Jevu - Naresh Thakor
Singer : Naresh Thakor , Lyrics : Kamlesh Thakor (Sultan)
Music : Shashi Kapadiya , Label : T-Series
 
Na Malyu Koi Tara Jevu Lyrics in Gujarati
| ના મળ્યું કોઈ તારા જેવું લિરિક્સ ગુજરાતીમાં
 
હો ના મળ્યું કોઈ તારા જેવું

હો ના મળ્યું કોઈ તારા જેવું
તુયે ના મળી એ વાત અલગ છે

હારે રહેવાનું સપનું જોયું
પૂરું ના થયું એ વાત અલગ છે

હો જયારે જયારે દેવના પગથિયાં ચડ્યા તને જ માંગી
દીધા રૂપિયા બંગલા બધું તને કેમ દૂર રાખી

હો વગર માંગે બીજા ને વરી
મેં માંગી તોય મને તું ના રે મળી

હો વગર માંગે મારી વાલી તું બીજા ને વરી

હો આવતા ભવે વિધિ એવા લેખ લખજે
આયખું થોડું પણ પ્રેમ પૂરો લખજે

હો કોઈને મનગમતાથી છેટા ના કરજે
આ ભવે ના મળે તો આવતા ભવે મેળવજે

હો કોઈને પ્રેમ મળ્યો કોઈ તડપી રહ્યા એકબીજાની માટે
કોઈની આંખોમાં હરખ કોઈ રડી રહ્યા હાચા પ્રેમની કાજે
હા નઈ મળે કોઈ તારા જેવું
તુયે ના મળી એ વાત અલગ છે

હા તુયે ના મળી એ વાત અલગ છે

હો દુનિયા જાણે છે તારા મારા પ્રેમ ને
જવાબ દુનિયા ને શું દઈશ હું તને ખોઈને

હો રૂઠ્યાં હોય તો મનાવું આતો ભૂલ્યા છે મને
દિલ તોડી રાજી ફરે દુઃખી કરે છે મને

હા જયારે કોઈ પ્રેમીઓને મળતાં જોવું મને તું યાદ આવે
હારે મારે રહેવું તું ઘણું તારી જોડે કોણ મને લાવે

હો નઈ મળે કોઈ તારા જેવું
તુયે ના મળી એ વાત અલગ છે

હો તુયે ના મળી એ વાત અલગ છે 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »