Aabh Fatyu Tane Joyi Chori Moy Lyrics in Gujarati

Aabh Fatyu Tane Joyi Chori Moy - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara
Lyrics : Janak Jesangpura & Jigar Jesangpura
Music : Dipesh Chavda , Label: T-Series
 
Aabh Fatyu Tane Joyi Chori Moy Lyrics in Gujarati
| આભ ફાટ્યું તને જોઈ ચૉરી મોય લિરિક્સ ગુજરાતીમાં |
 
હા આ દલડા માં રહેનારે દિધા ડામ
મારા મન થી રે ઉતરી ગયા તારા માન
હૈયે રે ખુટી રે મારા આમ
તને દિલ થી મારા છેલ્લા રામ રામ

હે મારા પ્રેમ નો હોંધો સીવતા તૂટી ગઈ હોય
ઓ હો હો
મારા પ્રેમ નો હોંધો સીવતા તૂટી ગઈ હોય
મારા પ્રેમ નો હોંધો સીવતા તૂટી ગઈ હોય
મારા પ્રેમ નો હોંધો સીવતા તૂટી ગઈ હોય

હે મારુ હૈયું ચડયું હીબકે મને હુજે ના રે કોય
મારુ હૈયું ચડયું હીબકે મને હુજે ના રે કોય
ઉપર થી આભ રે ફાટ્યું રે તને જોઈ ચૉરી મોય

હો દોડતા પગે હુતો આઈ ઉભો તારા આંગણે
આંહુ નો વરહાદ સૂતી પડયો મારા પાપણે
હો મારો હોના જેવો પ્રેમ ભૂલી બીજે ગઈ મોઈ
મારો હોના જેવો પ્રેમ ભૂલી બીજે ગઈ મોઈ
ઉપર થી આભ રે ફાટ્યું રે તને જોઈ ચૉરી મોય
મારી માથે આભ રે ફાટ્યું રે તને જોઈ ચૉરી મોય

હો નતી તને ધારી તું આવી નીકળશે
મારો મારો કરી તું મને રે છેતરશે
ઓહો હો હો
હૈયા ના રે હેતે એતો કંસાર ખાય છે
મારી નજર હોમે મારી જાનુ પરણી જાય છે

હો હૈયે લાગી લાયુ પેર્યુ પાર્કુ પાનેતર
ચિત ચડ્યું ચકદોડે વિચારો આવે આડેધડ
હો તારો પ્રેમ જોયો હતો આજ નફરત પણ જોઈ
તારો પ્રેમ જોયો હતો આજ નફરત પણ જોઈ
ઉપર થી આભ રે ફાટ્યું રે તને જોઈ ચૉરી મોય
મારી માથે આભ રે ફાટ્યું રે તને જોઈ ચૉરી મોય

હો દિલ ના સબંધ તોડી બીજે સબંધ જોડ્યા
દફનાવી પ્રેમ ને તેતો પારકા ઘર મોડ્યા
હો હો નહિ મળે હખવારો ભલે આજે છોડી ને જાઓ છો
યાદ જ્યારે મારી આવશે રડતા રડતા આવશો

હો મારા પ્રેમ ની તે મજાક બનાઈ ગામ વાતો કરે
બાળ્યા મારા કાળજા તારા કદી નઈ ઠરે
હો મારા જેવો પ્રેમ તને કદી કરે ના રે કોઈ
મારા જેવો પ્રેમ તને કદી કરે ના રે કોઈ

આજ આંખો મારી રડે તને પારકી રે જોઈ
મારી માથે આભ રે ફાટ્યું રે તને જોઈ ચૉરી મોય
મારી આંખે આહુડા રે વરસે તને જોઈ ચૉરી મોય 

 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »