Khamkare Khodal Sahay Chhe - Aishwarya Majmudar
Singer : Aishwarya Majmudar , Lyrics : Parth Tarpara
Music : Mehul Surti , Label : Big Box Series
Singer : Aishwarya Majmudar , Lyrics : Parth Tarpara
Music : Mehul Surti , Label : Big Box Series
Khamkare Khodal Sahay Chhe Lyrics in Gujarati
| ખમકારે ખોડલ સહાય છે લિરિક્સ ગુજરાતીમાં |
આભે ચળકતા તેજ કરતા તારલા ભીંજાય છે
ઉદધી વચાળે વાદળાના માંડવા રોપાય છે
ધરણી ધ્રુજે, ધખધખ ધખે, ત્યારે શૂરા સહુ ગાય છે
તરવારે રાગ રેલાય છે, ખમકારે ખોડલ સ્હાય છે… ખમકારે ખોડલ સ્હાય છે…
ગરબો
પૃથ્વી ઉપર માડી કરવાને ધામ
મામૈયા ઘેરે માએ કીધા મુકામ
જય જય જય જયકારા થાય છે હો મા
ખમકારે ખોડલ તું સ્હાય છે હો મા
એક રાજાએ મારેલા મેણાને કાજ મા
આવી તું લઇ ભેળા ભાંડરડાં સાત મા
તરછોડી નાગલોક આવી તું ઘોડીયે
મીણબાઇ મામૈયા ચારણને ખોળીયે
તને દેખીને ચૌદ ભુવન ગાય છે હો મા
ખમકારે ખોડલ તું સ્હાય છે હો મા
સાતે બેનડીયું ને મેરખીયો વીર
રમતા રંગતાળી રંગ જામ્યો રંગનીર
મેરખને એરુ એક આભડી ત્યાં જાય
સૃષ્ટીને જાનબાઇના પરચા દેખાય
દેવલોકે થી દેવ જોવા જાય છે હો મા
ખમકારે ખોડલ તું સ્હાય છે હો મા
છંદ
ખણ ખણણ ખણણ કાંબી ખણકાતી, હાલી છે ઇ મછરાળી
એના વિરને માટે અમિકૂપ હાથે, લાવી છે લોબડિયાળી
પણ ઝપટ ઝપટ હાલત લચકત પગ, બાઇને કંકર ઠેસ નડે
ખડ ખડ ખડ ખડ ખડ ખોડંગાતી, આઇનું ખોડલ નામ પડે….
જીય આઇનું ખોડલ નામ પડે

ConversionConversion EmoticonEmoticon