Dwarka Desh Joyo Lyrics in Gujarati

Dwarka Desh Joyo - Pintu Algotar
Singer & Lyrics : Pintu Algotar , Music : Chirag Goswami
Label : Nagaldham Group
 
Dwarka Desh Joyo Lyrics in Gujarati
| દ્વારકા દેશ જોયો લિરિક્સ ગુજરાતીમાં |
 
દ્વારિકા દેશ જોયો
ગોકુળનો ગોવાળ જોયો,

હુમ ...દ્વારકા દેશ જોયો,
મૂર્તિમા મન મોહ્યા,
શામળીયાને ભાળી રોયો,
ગોમતીમા પાપ ધોયા,
રુઠેલા રૂક્ષ્મણી જોયા,
દેવ ભુમિમા સુદ બુધ ખોયા,

તુ જસોદાનો લાડકવાયો,
નંદની આંખ્યોનો તારો,
ચોરી માખણ ખાનારો,
ગોવાળોનો છે સથવારો,
ગોપીઓના મન હરનારો,
વન વગડે ગાયોને ચારો,
રાધાના રુદીયે રમનારો,
કાળીયો તુ કામણગારો,

ગોકુળથી મથુરા આયો,
માવતરને જેલે છોડાયો,
મામા તે કંસને પછાડયો,
નરસિંહ મહેતાને મળ્યો,
કુંવરનો મામેરો ભરીયા,
બાવન કામ કરીયા,
મીરાના ઝેર પીધા,
રાણાને ભક્તિ મય કીધા,

બેની સુભદ્રાના વીર,
દ્રૌપદ ના પુર્યા ચીર,
અર્જુનનુ ગાંડીવ તીર,
કૌરવો કર્યો તા થીર,

હો દ્વારિકા દેશ જોયો
મૂર્તિમા મન મોહ્યા,
શામળીયાને ભાળી રોયો,
ગોમતીમા પાપ ધોયા,
રુઠેલા રૂક્ષ્મણી જોયા,
દેવ ભુમિમા સુદ બુધ ખોયા,

ભરવાડુને ભાણેજ મળ્યો,
જાન બાઇને છાણમા મળ્યો,
જલીયાણ જોગીને મળ્યો,
મા વીર બાઇનો હાથ માંગ્યો,
ધ્રુવ બાળાને રંગ લાગ્યો,
રણ છોડી રણછોડ ભાગ્યો,

સાકુને તીરથ કરાયા,
વવુવારુ થાઈ વાલો આયા,
સુશીલાનો ભરોહો રાખ્યો
દીધેલો તાંદુલ ચાખ્યો,
સુદામાના પગ પખાળી,
યારી જગે  વખાણી,

સગાળસાની સાચી લાગણીએ,
ચેલયો ખડયો ખાંડળીયે,
પ્રગટ્યો તુ ઠાકર આંગણિયે,
અજમલ રાજે ભક્તિ કરી,
દિકરો થઈ જન્મયો તુ હરી,
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ મારો
દોયલીવેળાનો સહારો,

ગંગાસતી પાનબાઇને મળ્યા,
ગોરા કુંભારને મળ્યો,
રુધીરની ભાજી જમ્યો,
બળતો પ્રહલાદ ઠારયો,
હરણા કંસને ઉભો ફાડ્યો,
બોડાણાનુ ગાડુ હાકી,
દ્વારિકાથી ડાકોર આયો,
ડાકોરના ઠાકોર બની,
તુલસીના પાંદે તોલાયો,

હુમ ...દ્વારકા દેશ જોયો,
મૂર્તિમા મન મોહ્યા,
શામળીયાને ભાળી રોયો,
ગોમતીમા પાપ ધોયા,
રુઠેલા રૂક્ષ્મણી જોયા,
દેવ ભુમિમા સુદ બુધ ખોયા,

મેઘામા મેપા બાપાન મળ્યો ,
લીંબડા વાળો ઠાકર જોયો,
બોરુ બાવળિયા જોયો,
નગા લાખાને મળ્યો,
ગેડીયાની જતવાડ જોઈ,
ઠાકર તારો ઠાઠ જોયો,
જય કનૈયા લાલ કી,
સહ ભૂમિ ગોપાલ કી,

જહરીયો મે વીર જોયા,
ઝાઝાવડા દેવ જોયો,
પંચાળની ધરતી જોયો,
અવલયો ઠાકર જોયો,
જોગી એ જમડી ખીર,
પાળીયાદનો વીહળો પીર,
જય રણછોડ માખણ ચોર,
ગલીયે ગલીયે ગુંજે સોર,

તુ બાવન દુવારે બેઠો,
નીતિ ટેક હાજર રેતો,
છોરુની ખબરુ લેતો,
માંગ્યો વીના બધુ દેતો,

હુમ ...દ્વારકા દેશ જોયો,
મૂર્તિમા મન મોહ્યા,
શામળીયાને ભાળી રોયો,
ગોમતીમા પાપ ધોયા,
રુઠેલા રૂક્ષ્મણી જોયા,
દેવ ભુમિમા સુદ બુધ ખોયા,

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »