Unchi Medine Nicha Orda Lyrics in Gujarati

 
Unchi Medine Nicha Orda
 
Unchi Medine Nicha Orda Lyrics in Gujarati
| ઉંચી મેડીને નીચા ઓરડા લિરિક્સ ગુજરાતીમાં |
 
ઉંચી મેડીને નીચા ઓરડા,
મારે આંગણે સોનાનો સૂરજ ઉગીયો,

કોઈ બહેનાને શણગારો અને સોનેથી મઢાવો,
મારે ટોડલે પોપટીયો ટહૂકીયો,

ભાલે કુમકુમ ટીલડી એના અંગેઅંગ સજાવો,
રૂપ ખીલ્યું જાણે ચાંદની આજે મંગળ ગીતો ગાવો,
હાથે મહેંદી મૂકાવો પગની પાની રંગાવો,
મારે આંગણે ...

પિયરનું પારેવડું આજે સાસરે ઉડી જાશે
સહિયરની માયા છોડીને સાસરે વિદાશે,
કંકુ ચોખાથી વધાવો આજે સાકરુ વેચાવો,
મારે આંગણે ... 


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »