Ena Dil Ma Shu Che Lyrics in Gujarati

Ena Dil Ma Shu Che - Kajal Maheriya
Singer: Kajal Maheriya , Lyrics: Rajesh Solanki
Music: Mayur Nadiya , Label- Saregama India Limited
 
Ena Dil Ma Shu Che Lyrics in Gujarati
| એના દિલ મા શુ છે લિરિક્સ ગુજરાતીમાં |
 
એના દિલ માં શું છે સમજાતું નથી...
એને કહેવું છે પણ કહેવાતું નથી...(2)

હો એના દિલ માં શું છે સમજાતું નથી
હો એને કહેવું છે પણ કહેવાતું નથી
રોજ સમજવું હરઘડી મનવું
એના માટે રડી ને કઈ નથી વળવાનું

હો એમ ભુલવાથી ભૂલી તો જવાતું નથી
એને કહેવું છે પણ કહેવાતું નથી
હો દિલ માં શું છે સમજાતું નથી
એને કહેવું છે પણ કહેવાતું નથી

દોસ્તો ની જોડે એતો ઘેલો થઇ ફરે છે
મને જોઈ ને એનો ચહેરો બદલાય છે
કોણ જાણે મારી ભૂલ શું થઇ છે
એને જય પૂછવાની હિમ્મત ના થાય રે
હિમ્મત ના થાય રે ...હિમ્મત ના થાય રે

એને કોણ સમજાવે કોણ રે મનાવે
દિલ ની આ વાત મારી કોઈ જઈ બતાવે
હો એમ ભુલવાથી ભૂલી તો જવાતું નથી
એને કહેવું છે પણ કહેવાતું નથી
હો દિલ માં શું છે સમજાતું નથી
એને કહેવું છે પણ કહેવાતું નથી

રિસાવા માં જિંદગી ના દિવસો વીતી જાશે
પ્રેમ ની આ વાતો બધી અધૂરી રઈ જાશે
તારા વિના હું નથી હું તારા વિના કાના
સાચી વાત કઈ દે બધા મૂકી દે બહાના
મૂકી દે બહાના...મૂકી દે બહાના

બહુ રે સમજાયો તું માની જા ને ચાલ
હું રૂઠી જઈશ તો તારા શું થશે રે હાલ
હો એમ ભુલવાથી ભૂલી તો જવાતું નથી
એને કહેવું છે પણ કહેવાતું નથી
હો દિલ માં શું છે સમજાતું નથી
એને કહેવું છે પણ કહેવાતું નથી

એને કહેવું છે પણ કહેવાતું નથી...

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »