Meli De Manva Mara Tara Lyrics in Gujarati

Meli De Manva Mara Tara - Mathurbhai Kanjariya
Singer : Mathurbhai Kanjariya , Music : Prabhat Barot
Label : Ashok Sound
 
Meli De Manva Mara Tara Lyrics in Gujarati
| મેલી દે મનવા મારા તારા લિરિક્સ ગુજરાતીમાં|
 
મેલી દે મનવા મારા મારા કોઈ તારા નઈ થાવાના
સ્વાર્થના છે સહુ સગા એ પાવળું પાણી પાવાના
સ્વાર્થના છે સહુ સગા એ પાવળું પાણી પાવાના

હે ...વરઘોડો તારો કાઢશે વાલા મહાણમાં એ મુકવાના
અંગના અંગડે આગ લાગવી પાછળ તારી નાવાના
અંગના અંગડે આગ લાગવી પાછળ તારી નાવાના

હે ...બેનડી તારી બહુ રોસે માવડી રોસે બાર માસા
પુત્ર પત્ની પાંચ દી રોસે હારે નહીં કોઈ આવવાના
પુત્ર પત્ની પાંચ દી રોસે હારે નહીં કોઈ આવવાના

હે ...ત્રણ દી એ તારી કાઢી ઠારશે મર મરસીયા ગાવાના  
બાર દિવસે તારું બારમું પાડી પાછળ મિસ્ટાન્ન ખાવાના
બાર દિવસે તારું બારમું પાડી પાછળ મિસ્ટાન્ન ખાવાના

હે ...વરસ વિતતા વરસા વાળશે વાલા ભેગા થાવાના
ત્રીજે તારું શ્રદ્ધ નાખશે અંતે ભુલી જાવાના
ત્રીજે તારું શ્રદ્ધ નાખશે અંતે ભુલી જાવાના

હે ...દાસ બાપુ કહે મોહ છોડી દયો કરમે કારણ થાવાના
ધન્ય ધણી કફનને ભાઈ સંગે સળગી જાવાના
ધન્ય ધણી કફનને ભાઈ સંગે સળગી જાવાના

મેલી દે મનવા મારા મારા કોઈ તારા નઈ થાવાના
સ્વાર્થના છે સહુ સગા એ પાવળું પાણી પાવાના
સ્વાર્થના છે સહુ સગા એ પાવળું પાણી પાવાના  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »