Umbravali Raji To Dungravali Raji Lyrics in Gujarati

Umbravali Raji To Dungravali Raji - Kinjal Rabari
Singer - Kinjal Rabari , Music - Mayur Nadia
Lyricist - Manu Rabari & Hitesh Sobhasan
Label - Zee Music Company
 
Umbravali Raji To Dungravali Raji Lyrics in Gujarati
| ઉંબરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી લિરિક્સ |
 
 હે હૈયાની હેતાળી હે જનમની દેનારી
હૈયાની હેતાળી જનમની દેનારી
હૈયાની હેતાળી જનમની દેનારી
ઉંબરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી
હો ઉંબરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી

હો મહાહેત વાળી દયાળી મમતાળી
મહાહેત વાળી દયાળી મમતાળી
વાલનો દરિયો છલો-છલ ભરીયો
વાલનો દરિયો છલો-છલ ભરીયો
ઉંબરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી
ઉંબરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી

હો સાયકલ માંથી સીધી આવી ગઈ ઓડી
માવતર પરિવારને દીધા તે છોડી
હો દેખાવો કરવા કર્યા બંગલાને વાડી
વ્યાજ ભરતા માવતરને દીધા તરછોડી
હો સંતો-મહનતો ઘેરે લાવો માવતરને ના બોલાવો
સંતો-મહનતો ઘેરે લાવો માવતરને ના બોલાવો

શિખામણ સૌને આલોને પોતે ના પાળો
શિખામણ સૌને આલોને પોતે ના પાળો
ઉંબરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી
ઉંબરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી

હો સવારમાં ઉઠીને ચણ ચકલાને નાખો છો
રાધે-ક્રિષ્ના ના સ્ટેટ્સ રાખો છો
હો ફેમિલી લઈને ફોરેન ફરો છો
માવતરને તમે દુઃખી કરો છો
માવતરને નથી પુછતા હંભાળ નથી લેતા
માવતરને નથી પુછતા હંભાળ નથી લેતા

મનુ એમ કે છે તારો પરિવાર દુઃખી છે
મનુ એમ કે છે તારો પરિવાર દુઃખી છે
આ ઉંબરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી
ઉંબરાવાળી રાજી તો ડુંગરાવાળી રાજી 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »