Juno Prem Lyrics in Gujarati

Juno Prem - Suresh Zala
Singer : Suresh Zala
Lyrics : Suresh Zala & Babul Thakor
Music : Hardik Rathod & Sanjay Thakor
Label : Suresh Zala Official
 
Juno Prem Lyrics in Gujarati
| જુનો પ્રેમ લિરિક્સ |
 
એ જુનવાણીનો જુનો જમાનો
અલ્યા પૈસે વેચાણો પ્રેમ મારો
એ જુનવાણીનો જુનો જમાનો
પૈસે વેચાણો પ્રેમ મારો
જુનવાણીનો જુનો જમાનો
પૈસે વેચાણો પ્રેમ મારો
ચોઇથી શોધી લાવો ભાઈબંધો મારા

અલ્યા જુનવાણીનો જુનો જમાનો
પૈસે વેચાઈ જ્યો પ્રેમ મારો
ચોઇથી શોધી લાવો ભાઈબંધો મારા
અલ્યા દીવો લઈને શોધો ભાઈબંધો મારા

હો મીઠું મીઠું બોલી ગોળ કોણીએ ચોંટાડ્યો
વગર વિચાર્યે ખોટી જફામાં ફસાયો
મીઠું મીઠું બોલી ગોળ કોણીએ ચોંટાડ્યો
વગર વિચાર્યે ખોટી જફામાં ફસાયો

અલ્યા નોની ઉંમરમાં પ્રેમ થઈ જ્યો
અલ્યા હારી હમજણે હું ફસાયો
અલ્યા નોની ઉંમરમાં પ્રેમ થઈ જ્યો
હારી હમજણે હું ફસાયો
ચોઇથી શોધી લાવો ભાઈબંધો મારા
એ ક્વ છું દીવો લઈને શોધો ભાઈબંધો મારા

પથ્થર પુંજયા પ્રેમમાં
અને નાયા નદીયોના ઘાટ
પણ ભુલાતી આ મીઠી જીભની
શું ખબર આ ભોળા જીવને
અને કરશે દગાબાજ

હો ઉઘાડા પગે માંની પુનમું મેં ભરી
તોય આ જીવને શરમ ના આય
ઉઘાડા પગે માંની પુનમું મેં ભરી
તોય આ જીવને શરમ ના આય

અલ્યા પ્રેમ પરમેશ્વર હું મોની જ્યો
એ ના જોયું એનો હું થઈ જ્યો
એ પ્રેમ પરમેશ્વર હું મોની જ્યો
ના જોયું એનો હું થઈ જ્યો
એ દીવો લઈને શોધો ભાઈબંધો મારા
અલ્યા ચોકથી શોધી લાવો ભાઈબંધો મારા

આંખોમાં સજાવી લીધા સપના
અને હૈયે વસાવી લીધા રામ
કોણ વાલુ કોણ પારકું
એ બતાવી દીધું તમે તો આજ

હો મારો વારો આયો કાલ તારો પણ આવશે
આખી દુનિયામાં તારો હાથ કોણ ઝાલશે
મારો વારો આયો કાલ તારો પણ આવશે
આખી દુનિયામાં તારો હાથ કોણ ઝાલશે

અલ્યા હું ભોળો પ્રેમમાં ભોળવાયો
અલ્યા વાલો હતો ડાયો બનાયો
અલ્યા હું ભોળો પ્રેમમાં ભોળવાયો
વાલો હતો ડાયો બનાયો
મંત્રમારી લાવો ભાઈબંધો મારા
અલ્યા ચોઇથી શોધી લાવો ભાઈબંધો મારા
અલ્યા વેણ વધાવા કરો ભાઈબંધો મારા 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »