Gulkandi Lyrics in Gujarati

Gulkandi - Raj Labadiya
Singer : Raj Labadiya , Lyrics : Milind Gadhavi
Music : Raj Labadiya & Brijraj Labadiya
Label : Tips Gujarati
 
Gulkandi Lyrics in Gujarati
| ગુલકંદી લિરિક્સ ગુજરાતીમાં |
 
નજરોમાં સંતાડી રાખેલી વાતો
મેં તારી આંખોમાં વાંચેલી વાતો

મનમાં ને મનમાં છે ધારેલી વાતો
કંઈ ના કહીને પણ કહેલી વાતો

રાતી છે રાત આખી જાગેલી વાતો
મીઠી છે હોઠોથી ચાખેલી વાતો
ગુલકંદી રે તારી વાતો...

સપનાંઓ લખી સરનામે
ઊડી હતી એક વાત રે
કોને ખબર કેવી ગલીઓમાં
ભૂલી પડી એક વાત રે

અડધે રસ્તેથી પાછી વાળેલી વાતો
હળવેથી કહેવામાં આવેલી વાતો
ગુલકંદી રે તારી વાતો...

શબ્દોના સમીકરણોમાં
છૂટી હતી એક વાત રે
કવિઓની મહેફિલમાં જઈને
ચૂંટી હતી એક વાત રે

સમજાવી સમજાવીને થાકેલી વાતો
વાતો મનાવીને માનેલી વાતો
ગુલકંદી રે તારી વાતો...
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »