Piyu Pardesh Lyrics in Gujarati

Piyu Pardesh - Rashmita Rabari
Singer: Rashmita Rabari , Lyrics : Kavi K Dan
Music: Dhaval Kapadiya , Label: Bansidhar Studio
 
Piyu Pardesh Lyrics in Gujarati
| પિયુ પરદેશ લિરિક્સ ગુજરાતીમાં |
 
હે મારા મૈયરીયે માધવનો મેળો રે ભરાઈ
પિયરિયે ઠાકરનો મેળો રે ભરાઈ
 પિયુ પરદેશ મેળે કેમ રે જવાય

હે મારા મૈયરીયે માધવનો મેળો રે ભરાઈ
પિયરિયે ઠાકરનો મેળો રે ભરાઈ
 પિયુ પરદેશ મેળે કેમ રે જવાય
હે મારો  પિયુ પરદેશ મેળે કેમ રે જવાય

એ ઝરમર ઝરમર વરસે જીણો રે મેહુલીયો
બોલે બૈપયા બોલે બોલે મોરલિયો
એ ઝરમર ઝરમર વરસે જીણો રે મેહુલીયો
બોલે બૈપયા બોલે બોલે મોરલિયો
હે મારા કાલજમાં કાય કાય થાય
હે કાલજમાં કાય કાય થાય
મારો  પિયુ પરદેશ મેળે કેમ રે જવાય
એ મારો  પિયુ પરદેશ મેળે કેમ રે જવાય

એ સરખી સાહેલી સૌવ મેળામાં આવશે
મેળામાં આવશેને મેળે મોજું માણશે
એ સરખી સૈયર સૌવ મેળામાં આવશે
મેળામાં આવશે એ મેળે મોજું માણશે
હે ઢોલીડાના તાલે રૂડા ગરબે ઘુમી ગાય
ઢોલીડાના તાલે રૂડા ગરબે ઘુમી ગાય
પિયુ પરદેશ મેળે કેમ રે જવાય
હે મારો  પિયુ પરદેશ મેળે કેમ રે જવાય

એ રાજી મારો ઠાકર એક દીવાની દિવેટથી
આવે મારો વાલમ વાવડ આવ્યા પરદેશથી
એ રાજી મારો ઠાકર એક દીવાની દિવેટથી
આવે મારો વાલમ વાવડ આવ્યા પરદેશથી
હવે હરખે માધવના મેળે રે જવાય
સરખી સૈયરૂની સંગમાં રહેવાય
એ પિયુ મારી હારે મેળે હવે રે જવાય
એ મારો વાલમ મારી હારે મેળે હવે રે જવાય
હે મારો  પિયુ મારી હારે મેળે હવે રે જવાય  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »