Maro Shyam Lyrics in Gujarati

Maro Shyam - Reena Joshi
Singer : Reena Joshi , Lyrics : Sunil Makvana
Music : Vivek Gajjar , Label : Popskope Music 
 
Maro Shyam Lyrics in Gujarati
| મારો શ્યામ લિરિક્સ ગુજરાતીમાં |
 
નંદનો લાલો ,દેવ દુલારો ,દ્વારકા વાળો કાનો
છેલ છોગાળો ,મોરલી વાળો ,કામણગારો કાનો
નંદનો લાલો ,દેવ દુલારો ,દ્વારકા વાળો કાનો
છેલ છોગાળો ,મોરલી વાળો ,કામણગારો કાનો

હો જગતનો રે નાથ મારો ગાયોનો ગોવાળિયો
હો ...જગતનો રે નાથ મારો ગાયોનો ગોવાળિયો
વસે સૌના મનમાં આ શ્યામ મારો વાલીડો
હો વાંસળી વગાડતો ગાયો ચરાવતો
વાંસળીના સુરે સૌના ભાન રે ભુલાવતો
વાંસળીના સુરે સૌના ભાન રે ભુલાવતો

રાધે શ્યામ ,શ્યામ ,શ્યામ
નથી એક એનું નામ
રાધે શ્યામ ,શ્યામ ,શ્યામ
નથી એક એનું નામ
આ તો દ્વારકાનો નાથ મારો કાળીયો રે કાન
આ તો દ્વારકાનો નાથ મારો કાળીયો રે કાન

હો વાલીડાની લીલા તો જગમાં અપાર છે
જેની લાગી માયા મને એતો મારો શ્યામ છે
હો દુઃખીઓનો નાથ છે ને રાખે સૌની લાજ છે
જશોદાનો લાલ છે પણ નામ તો હજાર છે
હો સાચાનો સારથી બનીને સાથે રહેતો
બધું જાણવા સાતા કોઈને કઈ ન કહેતો
બધું જાણવા સાતા કોઈને કઈ ન કહેતો

રાધે શ્યામ ,શ્યામ ,શ્યામ
નથી એક એનું નામ
રાધે શ્યામ ,શ્યામ ,શ્યામ
નથી એક એનું નામ
આ તો દ્વારકાનો નાથ મારો કાળીયો રે કાન
આ તો દ્વારકાનો નાથ મારો કાળીયો રે કાન

હો કાનુડાના મનમાં શું ચાલે છે કોઈ ના જાણે
હસતું મુખડું રાખે માખણ એને ભાવે
હો શોધે છે જગમાં બધા મારા આ કાનુડાને
સાચી જો ભક્તિ હોઈ મળે વાલો મનમાં રે
હો દુનિયાને હાચવનારો મારો આ ગોવાળિયો
દ્વારકામાં જઈને બેઠો શ્યામ મારો વાલીડો
દ્વારકામાં જઈને બેઠો શ્યામ મારો વાલીડો

રાધે શ્યામ ,શ્યામ ,શ્યામ
નથી એક એનું નામ
રાધે શ્યામ ,શ્યામ ,શ્યામ
નથી એક એનું નામ
આ તો દ્વારકાનો નાથ મારો કાળીયો રે કાન
આ તો દ્વારકાનો નાથ મારો કાળીયો રે કાન  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »