Samjan Jivan Ma Thi Jaai Lyrics in Gujarati

Samjan Jivan Ma Thi Jaai
Singer - Suresh Raval , Lyricis - Traditional
Music - Prabhat Barot , Label - Studio Sangeeta
 
Samjan Jivan Ma Thi Jaai Lyrics in Gujarati
| સમજણ જીવનમાંથી જાય લિરિક્સ ગુજરાતીમાં |
 
સમજણ જીવનમાંથી જાય, સમજણ જીવનમાંથી જાય,
જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી …
જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાં થી જાય, જી …
 
પિતાજીના વચન ખાતર,રામજી વનમાં જાય, જી …(૨)
આજનો રામલો વૃધ્ધાશ્રમમાં … (૨)
એના બાપને મેલવા જાય ..
સમજણ જીવનમાંથી જાય, જી …
જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી ..
 
ચેલો હતો ઓલો આરુણી, એની યાદે ઉર ઉભરાય, જી .. (૨)
આજનો ચેલ્કો, માસ્તર સાહેબને,
શિવાજી બીડીયું પાય
સમજણ જીવનમાંથી જાય, જી
જીવનમાં થી જાય, તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી …
 
ચૌદ વરસનું એને રાજ મળ્યું, ભરત ના એ ભૂલાય જી
પાંચ વરસનો પ્રધાન આજે
કોઈ થી જાલ્યો એ ના જીલાય..
એ સમજણ જીવનમાંથી જાય, જી …
જીવનમાં થી જાય, તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી …
 
મંદિરીયામાં બેઠા બેઠા, પ્રભુજી એ મુંજાય જી
ભાવ વિના ના ભક્તો આવે ભાઈ,
દશીયું ફેંકતા જાય ..
સમજણ જીવનમાંથી જાય. જી …
જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી …
 
ધર્મની જુઓ કિંમત કેવળ, નાણા થી અંકાય જી
મોટી મોટી, ખા એક ખાયું .. (૨)
એમાં ફાળો ભરતો જાય ..
સમજણ જીવનમાંથી જાય, જી …
જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જાય, જી …(૨)
જીવનમાંથી જાય, તો તો જોયા જેવી થાય
સમજણ જીવનમાંથી જો જાય, જી …(૨) 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »