Jago Jago Hare Tripurari Lyrics in Gujarati

Jago Jago Hare Tripurari 
 
Jago Jago Hare Tripurari Lyrics in Gujarati
| જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગંદર લિરિક્સ |
 
જાગો જાગો હરે ત્રિપુરારી જટાળા જોગંદર
જળ વરસાવો કે જળાધારી જટાળા જોગંદર
ૐ નમ:શિવાય...

તમે પશુપતિ કહેવાણા છો
એવા પશુથી કેમ રીસાણા છો
તારી નંદી ઉપર અસવારી જટાળા જોગંદર
ૐ નમ:શિવાય...

તારા ભાલે તે ચાંદો ચમકે છે
તારે માથે ગંગાજી ખળકે છે
છે તારા ભરોસા ભારી જટાળા જોગંદર
ૐ નમ:શિવાય...

તે જગતના ઝેરે તે પીધા છે
અમરત અવરને દીધા છે
આજ અમને લેજો ઉગારી
જટાળા જોગંદર
ૐ નમ:શિવાય...
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »