Ghadik Phone Chalu Rakho Ek Var Karvu Janudi Lyrics in Gujarati

Ghadik Phone Chalu Rakho Ek Var Karvu Janudi
Singer : Arjun Thakor , Lyrics : Gabbar Thakor & Pravin Untvada
Music : Smit Thakkar & Gabbar Thakor , Lebal : Jhankar Music
 
Ghadik Phone Chalu Rakho Ek Var Karvu Janudi Lyrics in Gujarati
| ઘડીક ફોન ચાલુ રાખો એક વાત કહું જાનુડી લિરિક્સ |
 
હો ઘડીક ફોન ચાલુ રાખો વાત કહું જાનુડી
હે ફોન ના કાપયે એક વાત કહું જાનુડી
હો બે-ત્રણ દિવસ પછી લગન છે તમારા
એના પછી હમાચાર લેશો શું અમારા
હે ચોઈ જી મારા હમાચાર લેનારી
ખવાનું કહેનારી ચમ જતી રહી જાનુડી
હે ઘડીક ફોન ચાલુ રાખો વાત કહું જાનુડી

હો આશોપાલવના તોરણ ટોડલે બંધાશે
જેણી જેણી ગલીયોમાં માંડવા રોપાશે
હો વેલા પરોઢે જાન ચાર વાગે આવશે
ઢોલના ધબકારા મારા દલડામાં વાગશે
હો હમજો તો હમજ્યા જેવી વાત છે જાનુડી
હે ફોન ના કાપયે એક વાત કહું જાનુડી
હે લાલપીળા રંગના ફુલડાં ચોરીયે વેરાશે
જીવથી વાલી જાનુ બીજાની રે થાશે
બે-ત્રણ મહિના પછી બોથઠયા રહેવાના
તમે બોથઠયા રહેવાના અમને ભુલી રે જવાના
ટેન્શન ના લેતી આતો કહું છું રે જાનુડી 
ગુજરાતીટ્રેક.કોમ

હો ગોમાંના વડલે તારી વિદાયું રે થાશે
એ જોઈને મારૂં દલડું દાજી જાશે
હે સાસરિયે ગયા પછી યાદ મારી આવશે
યાદ મારી આવશે આશુ ટપ-ટપ પડશે
હો ખોટું ના લગાડતી આતો કીધું રે જાનુડી
હો દિલમાં ના લેતી આતો વાત છે જાનુડી
હે દલડાના જીણા ચાર ટુકડા રે થાશે
યાદ તારી આવશે આશુ ટપ-ટપ પડશે
તારા વગર નહીં ચાલશે નહીં ફાવશે ચમ જતી રહી જાનુડી
હે ઘડીક ફોન ચાલુ રાખો વાત કહું જાનુડી  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »