Chaku Bewafai Kabuli Lyo Lyrics in Gujarati

Chaku Bewafai Kabuli Lyo - Dilip Thakor
Singer: Dilip Thakor , Lyrics: Natvar Solanki
Music: Hardik & Sanjay , Label: Bapji Studio

Chaku Bewafai Kabuli Lyo Lyrics in Gujarati
| ચકુ બેવફા કબુલી લ્યો લિરિક્સ ગુજરાતીમાં |
 
હો ખોટી ખોટી વાતો ના અમને તમે કહેશો
મજબુરીની વાતો ના હોમે મારા લાવશો
હો ખોટી ખોટી વાતો ના અમને તમે કહેશો
મજબુરીની વાતો ના હોમે મારા લાવશો
હો ખુલી ગયો પોલ હવે તારો
સમજી ગયો ઈરાદો તારો
હો બોના બધા મેલી દયો બેવફાઈ કબુલી લ્યો
ચકુ તમે બોના બધા મેલી દયો બેવફાઈ કબુલી લ્યો

હો ખોટી ખોટી વાતો ના અમને તમે કહેશો
મજબુરીની વાતો ના હોમે મારા લાવશો

હો અજાણ હતા તો શું કામ અમારા બન્યા હતા
પ્રેમના ફૂલો દિલમાં શું કામ પાથર્યા હતા
હો હસતા મુખે ઝેર તમે તો દઈ ગયા
મોસમની જેમ તમે કેમ રે બદલાઈ ગયા
હો અમને આપ્યા દર્દો એવા કોઈને ના આપજો
સહી નહીં શકે કોઈ મારા જેવા જખમો
હો દિલમાં ઘાવ એવો માર્યો કર્યો તબાહ જન્મારો
અરે બોના બધા મેલી દયો બેવફાઈ કબુલી લ્યો
હાચુ કહું બોના બધા મેલી દયો બેવફાઈ કબુલી લ્યો

હો ખોટી ખોટી વાતો ના અમને તમે કહેશો
મજબુરીની વાતો ના હોમે મારા લાવશો

હો બેવફાઈ કરતા તું સોવાર વિચારજે
મેં તો છોડી દીધો પણ ભગવાન ના છોડશે
હો દિવસો ચકું બધા સરખા નથી હોતા
એવો દાડો આવશે નહીં હોઈ કોઈ તારા
હો આમતેમ ભટકે તોય કોઈ ના મળશે
રણી ધણી કોઈ ના હવે તારૂં થાશે
હો આંખે તારી આંશુ ટપાકશે
વાત ના કોઈને કહી શકશે
અરે બોના બધા મેલી દયો બેવફાઈ કબુલી લ્યો
હો દગાબાજ બોના બધા મેલી દયો બેવફાઈ કબુલી લ્યો
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »