Rona Bajarma Farya Kare Lyrics in Gujarati

Rona Bajarma Farya Kare - Geeta Rabari
Singer: Geeta Rabari , Music: Ajay Vagheshwari
Lyrics: Satish Dalvadi , Label: Zee Music Gujarati
 
Rona Bajarma Farya Kare Lyrics in Gujarati
| રોણા બજારમાં ફર્યા કરે લિરિક્સ ગુજરાતીમાં |
 
હે મહેનતથી ખાવુંને ઇજ્જતથી જીવવું
વગર વાંકે કોઈને ના નડવું
હે મહેનતથી ખાવુંને ઇજ્જતથી જીવવું
વગર વાંકે કોઈને ના નડવું

હો સામા પડે તો પુરૂ થઇ જાય
હિસાબના ચોપડા ક્લોઝ થઈ જાય
હામાં પડે તો પુરૂ થઇ જાય
હિસાબના ચોપડા ક્લોઝ થઈ જાય
પછી દુનિયા ગોત્યા કરે
બળવા વાળા બળ્યા કરે
રોણાં બજારમાં ફર્યા કરે
એ બળવા વાળા બળ્યા કરે
રોણાં બજારમાં ફર્યા કરે

હે દેખાવે ભોળા
હાવ સિમ્પલને સાદા
દેખાવે ભોળા હાવ સિમ્પલને સાદા
બંદા છે આપણી નગરીના રાજા
હો યારોના યાર વાલા બંકા ગુજરાતના
ચર્ચા છે આપણી આખા જગતમાં
હો મર્દ મુસાળો એકલો જ આવે
રંગીલો રાણો દુનીયા ઝુકાવે
મર્દ મુસાળો એકલો જ આવે
રંગીલો રાણો દુનીયા ઝુકાવે
ભર બજારે ભડાકા કરે
એ બળવા વાળા બળ્યા કરે
રોણાં બજારમાં ફર્યા કરે
હો બળવા વાળા બળ્યા કરે
રોણાં બજારમાં ફર્યા કરે

હો એકવાર બોલે પછી બીજું ના બોલે
હો એકવાર બોલે પછી બીજું ના બોલે
ભાઈની હાંકે આખી દુનિયા ડોલે
જીગરમાં દમને અલગ છે અંદાજ
આખી દુનિયામાં છે રાણાના રાજ
હો ગમે એવી તોપ હોઈ લડી રે લેવું
વેરીયોની વચ્ચે હોહરા પડવું
ગમે એવી તોપ હોઈ લડી રે લેવું
વેરીયોની વચ્ચે હોહરા પડવું
પછી દુનિયા સલામ ભારે
એ બળવા વાળા બળ્યા કરે
રોણાં બજારમાં ફર્યા કરે
ગુજરાતીટ્રેક્સ.કોમ

હે મહેનતથી ખાવુંને ઇજ્જતથી જીવવું
વગર વાંકે કોઈને ના નડવું
હો સામા પડે તો પુરૂ થઇ જાય
હિસાબના ચોપડા ક્લોઝ થઈ જાય
હામાં પડે તો પુરૂ થઇ જાય
હિસાબના ચોપડા ક્લોઝ થઈ જાય
પછી દુનિયા ગોત્યા કરે
હા બળવા વાળા બળ્યા કરે
રોણાં બજારમાં ફર્યા કરે
હો બળવા વાળા બળ્યા કરે
રોણાં બજારમાં ફર્યા કરે
હે રોણાં બજારમાં ફર્યા કરે
અરે રોણાં બજારમાં ફર્યા કરે 


 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »