Maharani Na Pan Lyrics in Gujarati

Maharani Na Pan - Pamela Jain
Singer: Pamela Jain , Music: Brij Joshi
Lyrics: Traditional , Label: Sur Sagar Music
 
Maharani Na Pan Lyrics in Gujarati
| મહારાણીજીના પાન લિરિક્સ |
 
શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી
શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે
એ છે અધમ ઉદ્ધારણ જાણી
શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે
 
એમનું માહાત્મ્ય છે પદ્મ પુરાણે રે
પૃથ્વી પર શ્રી વરાહજી વખાણે રે
એતો વ્રજવાસી સુખ માણે
શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે
 
સુંદર મથુરાજી નિકટ બિરાજે રે
મંદ મંદ મહા ધુનિ ગાજે રે
એમના દર્શનથી દુઃખ ભાગે
શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે
 
વિશ્રામ ઘાટે તે આરતી થાય રે
સામાં પ્રભુજીના મુકુટ બિરાજે રે
ચોબા હાથીની ગર્જનાએ આવે
શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે
ગુજરાતીટ્રેક્સ.કોમ
 
ત્યાં તો વૈષ્ણવની ભીડ ભરાય રે
ત્યાં તો આરતી ધોળ ગવાય રે
ત્યાં તો જય જય શબ્દ ઉચ્ચારે
શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે
 
જે કોઈ પયપાન શ્રીયમુનાના કરશે રે
તેનો યમ કિંકર ભય ટળશે રે
કહે છે “રસિક' રાધા વરને વરશે
શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે
શ્રીમહારાણીજીના પાન કરને તું પ્રાણી રે 
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »