Melo Moto Mara Malak No Lyrics in Gujarati

Melo Moto Mara Malak No - Jyoti Vanzara
Singer -  Jyoti Vanzara , Music - Ravi-Rahul
Lyrics - Harshad Patel & Baldevsinh Chauhan
Label - JayRaj Creation

Melo Moto Mara Malak No Lyrics in Gujarati
| મેળો મોટો મારા મલકનો લિરિક્સ ગુજરાતીમાં |
 
હો ગોમે ગોમમાં જઈ જોયું મોટા શેરમાં જઈ જોયું
હો ગોમે ગોમમાં જઈ જોયું મોટા શેરમાં જઈ જોયું
ગુગલ પર સર્ચ મારી મેં તો ખોળી  જોયું
હે પણ કાઈ ના જોયું મારા ભઈ
મેળો મોટો મારા મલકનો
મેળો મોટો ભોખર ગોમનો

ઉત્તરમાં જઈ જોયું દક્ષિણમાં જઈ જોયું
પૂર્વ પચ્ચિમમાં મેં તો ખોળી  જોયું
હે ણ કાઈ ના જોયું મારા ભઈ
મેળો મોટો મારા મલકનો
મેળો મોટો ભોખર ગોમનો

હો મેળો મોટો મારા મલકનો
મેળો મોટો ભોખર ગોમનો

હે મારા મલક નો ને ભોખર ગોમનો
ભોખર ગોમનો ને આગિયાવીરના ધામનો

હો મોટો આ મેળ ચૈત્ર સુદ સાતમનો
મહિમા મોટો મારા વીર વૈતાલનો
વીર વૈતાલનો
એ હે સામે બેઠ્યાં છે હરસિદ્ધમાંત
મેળો મોટો મારા મલકનો
મેળો મોટો ભોખર ગોમનો

હો ગોમે ગોમમાં જઈ જોયું મોટા શેરમાં જઈ જોયું
ગુગલ પર સર્ચ મારી મેં તો ખોળી જોયું
હે પણ કાઈ ના જોયું મારા ભઈ
મેળો મોટો મારા મલકનો
મેળો મોટો ભોખર ગોમનો

હે ચાર બળદનું ગાડું જોડાય છે
આખા વરસના સકન જોવાય છે

હો બત્તીસ મસાલ ની માંડવી રે થાય છે
ગોમે રે ગોમથી સૌ દર્શનીએ જાય છે
દર્શનીએ જાય છે
એ હે આખા જગ માં વખણાતો મારા ભાઈ
મેળો મોટો મારા મલકનો
મેળો મોટો ભોખર ગોમનો

હો ગોમે ગોમમાં જઈ જોયું મોટા શેરમાં જઈ જોયું
ગુગલ પર સર્ચ મારી મેં તો ખોળી જોયું
હે પણ કાઈ ના જોયું મારા ભઈ
મેળો મોટો મારા મલકનો
મેળો મોટો વીર વૈતાલનો

હે વાતો કરવાથી ભઈ કાઈ ના વળશે
જોવા એવો તો લાવો દર્શનનો મળશે

હો યુરોપ ફરો કે ભલે ફરો અમેરિકા
ભોખર નહિ દેખા તો કુછ નહિ દેખા
કુછ નહિ દેખા
એ હે જો જો જોયા વિના રહી જાતા નહિ
મેળો મોટો મારા મલકનો
મેળો મોટો ભોખર ગોમનો

એ ગોમે ગોમમાં જઈ જોયું મોટા શેરમાં જઈ જોયું
ગુગલ પર સર્ચ મારી મેં તો ખોળી જોયું
હે પણ કાઈ ના જોયું મારા ભાઈ
મેળો મોટો મારા મલકનો
મેળો મોટો ભોખર ગોમનો

હે દુઃખ દરદ એના પારે મટી જાય છે
દર્શન કરવાથી મહાસુખ થાય છે

હો પટેલ હર્ષદ તો ગુણલાં રે ગાય છે
દર્શન કરવાને ભોખર ધોમ જાય છે
ભોખર ધોમ જાય છે
એ હે જાતા ગંગાપુર થી સંઘ લઇ
મેળો મોટો મારા મલકનો
મેળો મોટો વીર વૈતાલનો

હે ગોમે ગોમમાં જઈ જોયું મોટા શેરમાં જઈ જોયું
ગુગલ પર સર્ચ મારી મેં તો ખોળી  જોયું
હે પણ કાઈ ના જોયું મારા ભાઈ
મેળો મોટો મારા મલકનો
મેળો મોટો ભોખર ગોમનો
મેળો મોટો મારા મલકનો
મેળો મોટો ભોખર ગોમ નો 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »