Prem No Patang Dil Ni Dori Lyrics in Gujarati

Prem No Patang Dil Ni Dori - Kaushik Bharwad
Singer :- Kaushik Bharwad
Lyrics :- Sahar Rabari
Music :- Sunil-Jagdish
Label :- NEW SHYAM AUDIO OFFICIAL

Prem No Patang Dil Ni Dori Lyrics in Gujarati
| પ્રેમનો પતંગ દિલની દોરી લિરિક્સ ગુજરાતીમાં |
 
હે પેચ જમ્યાં છે આકાશે પતંગના રે
હે પેચ જમ્યાં છે આકાશે પતંગના રે
મોજ કરે છે ધાબે લવરીયા રે

હે પેચ જમ્યાં છે આકાશે પતંગના રે
મોજ કરે છે ધાબે લવરીયા રે
એ જુના સેટિંગ વાળા સૌવ વિડીયો કોલ કરતા
નથી મળી એ બિચારા ઓરતા રે કરતા
એ ડીજે વાગેને પ્રેમના ગીત વગાડતા રે
મોજ કરે છે ધાબે લવરીયા રે
એ મોજ કરે છે ધાબે લવરીયા રે

એ માથે લાલ ટોપીને રેબનના સચમાં
જોઈને જીવ બળે એવા છોડીયું કરે નખરા
હો ...પિન્ક કલરની ટીશર્ટને હાથમાં વાઈટ ફીરકી
ગમી ગઈ છે હોમ ધાબા વાળી મને દિલથી
હે આડું જોઈને અવળું ફરે કાતીલ નજરથી
શું હમજવી મારે એના મનની મરજી
એ હું ઢીલ છોડું તો એ ખેંચમ તાણ કરતી
નથી થતી એગ્રી એ મારી વાતથી
મોજ કરે છે ધાબે લવરીયા રે

એ ફોન કરૂ તો આવે એનો ઓઉટઓફ કવરેજ
બુમ પાડુ તો અવળું જોવે કરતી મને અપસેટ
હો ...ઉડાડનાર ઓછાને લૂંટણીયા જાજા
ઊડતી મારી પતંગને નાખે લંગરીયા
એ કોઈ રીતે ચોઈ મારો મેળ ના ખાધો
જુરી જુરી તડપીને દાડો મેં તો કાઢયો
એ મારા ભઈબંધો ફાવી ગયા જુના સેટિંગ વાળા
મેં ખાલી કર્યા ખીચ્ચા રોલા પાડવામાં
એ મેં તો ખાલી કર્યા ખીચ્ચા જોને રોલા પાડવામાં  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »