Rom Kyare Bheda Karave Lyrics in Gujarati

Rom Kyare Bheda Karave - Vinay Nayak
Singer: Vinay Nayak , Music: Dhaval Kapadiya
Lyrics: Manu Rabari & Mitesh Barot
Label: Zee Music Gujarati
 
Rom Kyare Bheda Karave Lyrics in Gujarati
| રોમ ક્યારે ભેળા કરાવે લિરિક્સ ગુજરાતીમાં |
 
હે તારા વીના મારે કેમ કરી જીવવું
અરે તારા વીના મારે કેમ કરી જીવવું
તારા વીના મારે કેમ કરી જીવવું
ક્યારે મળવા તું આવે
મારો રોમ ક્યારે ભેળા કરાવે

દિલનું આ દર્દ હવે કોને મારે કહેવું
દિલનું આ દર્દ હવે કોને મારે કહેવું
યાદો તારી બઉ રડાવે
મારો રોમ ક્યારે ભેળા કરાવે
મારો રોમ ક્યારે ભેળા કરાવે

હું દિલને તું વાલી તમને છે મળવું
પણ આ લેખ સાથે કેમ કરી લડવું
હો યાદ કરી તમને ક્યાં સુધી રડવું
પણ આ લેખ સાથે કેમ કરી લડવું
અરે તારા વીના મારે કેમ કરી જીવવું
તારા વીના મારે કેમ કરી જીવવું
ક્યારે મળવા તું આવે
મારો રોમ ક્યારે ભેળા કરાવે

વર્ષો વિરહના વીત્યા તારી યાદમાં
તારો ઇન્તજાર છે મારા શ્વાસે શ્વાસમાં
હે દર્દ આ દિલનું વર્ષે મારી આંખમાં
સપનું મળવાનું રહી ગયું છે વાટમાં
હો કોણ આ દિલને સમજાવે
મારો રામ ક્યારે ભેળા કરાવે
હવે ધડકન વીના કેમ દિલને ધડકવું
ધડકન વીના કેમ દિલને ધડકવું
ક્યારે મળવા તું આવે
મારો રોમ ક્યારે ભેળા કરાવે
હો મારો રોમ ક્યારે ભેળા કરાવે

હો કેમ મારા લેખમાં જુદાઈ લખાણી
કયારે થશે પુરી આ અધુરી કહાણી
હો આંખોમાં પાણી તારા પ્રેમની નિશાની
જીવ વીના જિંદગી મારી આ જવાની
હો યાદો મારી આંખો માંથી વર્ષે
મારો રોમ ક્યારે ભેળા કરાવે
અરે તારા વિના મારે જુરી જુરી જીવવું
તારા વિના મારે જુરી જુરી જીવવું
ઘડી મિલનની ક્યારે આવે
મારો રોમ ક્યારે ભેળા કરાવે
મારો રોમ ક્યારે ભેળા કરાવે
હો રોમ ક્યારે ભેળા કરાવે  

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »