Paiso Hase Tya Prem Madse Nahi Lyrics in Gujarati

Paiso Hase Tya Prem Madse Nahi - Ishvar Samikar
Singer : Ishvar Samikar , Music : Ravi - Rahul
Lyrics : Kantibhai Koli , Label : Ekta Sound
 
Paiso Hase Tya Prem Madse Nahi Lyrics in Gujarati
| પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ લિરિક્સ ગુજરાતીમાં |
 
હો દિલથી પ્રેમ કરૂં છું રડાવશો નહિ
પાગલ પ્રેમી ને તડપાવશો નહિ
હો દિલથી પ્રેમ કરૂં છું રડાવશો નહિ
પાગલ પ્રેમી ને તડપાવશો નહિ
દિલથી મોટી દોલત કોઈ મળશે નહિ
દિલથી મોટી દોલત કોઈ મળશે નહિ
પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ
પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ
હો દિલથી પ્રેમ કરૂં છું રડાવશો નહિ
પાગલ પ્રેમી ને તડપાવશો નહિ

હો હું રે પ્રેમી પાગલ થઇ ગ્યો એને પ્રેમમાં
પ્રેમ મને કરતી હશે હતો ખોટા વેમમાં
હો હું રે પ્રેમી પાગલ થઇ ગ્યો એના પ્રેમમાં
પ્રેમ મને કરતી હશે હતો ખોટા વેમમાં
હો ભુલ ના મારી કોઈ ગરીબી મારી જોઈ
ભુલ ના મારી કોઈ ગરીબી મારી જોઈ
મારા તે પ્રેમ ની મજાક કરશો નહિ
મારા તે પ્રેમ ની મજાક કરશો નહિ
પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ
પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ
હો દિલથી પ્રેમ કરૂં છું રડાવશો નહિ
પાગલ પ્રેમી ને તડપાવશો નહિ

હો મીઠું મીઠું બોલી બીજા પ્રેમમા ફસાવશે
હાથ મા હાથ આપી તમને હસાવશે
હો મીઠું મીઠું બોલી બીજા પ્રેમમા ફસાવશે
હાથ મા હાથ આપી તમને હસાવશે
જિંદગી એની જોઈ દિલ તારૂં જાશે રોઈ
જિંદગી એની જોઈ દિલ તારૂં જાશે રોઈ
તારા આંસુ ની કદર કરશે નહિ
તારા આંસુ ની કદર કરશે નહિ
પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ
હો ...પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ
હો દિલથી પ્રેમ કરૂં છું રડાવશો નહિ
પાગલ પ્રેમી ને તડપાવશો નહિ

હો પરભવના બંધનથી પ્રેમિયો મળે છે
દિલના તોડો કોઈના કાળજા બળે છે
હો પરભવના બંધનથી પ્રેમિયો મળે છે
દિલ ના તોડો કોઈના કાળજા બળે છે
દુનિયા આખી જોઈ સાચાનું નથી કોઈ
દુનિયા આખી જોઈ સાચાનું નથી કોઈ
મારા દિલથી રમત રમશો નહિ
મારા દિલથી રમત રમશો નહિ
પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ
હો પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ
હો દિલ થી પ્રેમ કરૂં છું રડાવશો નહિ
પાગલ પ્રેમી ને તડપાવશો નહિ
દિલથી મોટી દોલત કોઈ મળશે નહિ
દિલથી મોટી દોલત કોઈ મળશે નહિ
પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ
પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ
પૈસો હશે ત્યાં પ્રેમ મળશે નહિ  

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »