Lasan Ni Kali Lyrics in Gujarati

Lasan Ni Kali - Dev Pagli
Singers : Dev Pagli
Lyrics : Dev Pagli & Magan Parmar & Mahesh Raval
Music : Tejas Vaghela & Dhaval Patel
Label : Jhankar Music
 
Lasan Ni Kali Lyrics in Gujarati
| લસણની કળી લિરિક્સ ગુજરાતીમાં | 
 
એ લહણની કળી
એ તેલમા તળી

એ લહણની કળી એલી તેલમા તળી
લહણની કળી એલી તેલમા તળી
તારી બેનપણી પટી એમાં તારી કેમ બળી

એ ભલે ઘણું ભણી તોય ના કર ટણી
ભલે ઘણું ભણી તોય ના કર ટણી
તારા રોજના ડખામાં મને દેશી છોડી મળી

એ મોંઘા મોંઘા આઈફોન તું મંગાવતી
રોજ રિહાઈ તું વનપલ્સ માંગતી
મોંઘા મોંઘા આઈફોન તું મંગાવતી
રોજ રિહાઈ તું વનપલ્સ માંગતી

એ ...મને ગોમડાની મળી મારા ખર્ચા ગયા ટળી
ગોમડાની મળી મારા ખર્ચા ગયા ટળી
દેશી છોડી મળી એમાં તારી ચમ બળી

એ લહણની કળી એલી તેલમા તળી
લહણની કળી એલી તેલમા તળી
તારી બેનપણી પટી એમાં તારી કેમ બળી
હો તારી બેનપણી પટી એમાં તારી ચમ બળી

એ ગોમ જેવું ગોમ છોડી શેરમાં આયા
દેશી હું છોરો હતો ઘણો રે ડાયો
એ તારી ઝેરી નજરોથી હું તો ઘવાયો
મોડું હમજાણું પોપટ પોનજરે પુરાયો

એ આંગળીના ટેરવે મને રે નચાયો
પોનજરૂં તોડી પોપટ મેના જોડે આયો
આંગળીના ટેરવે મને રે નચાયો
પોનજરૂં તોડી પોપટ મેના જોડે આયો

એ ...ના જવ પાછો વળી મને ગોમડાની મળી
ના જવ પાછો વળી મને ગોમડાની મળી
મને દેશી છોડી મળી એમાં તારી ચમ બળી

એ લહણની કળી એલી તેલમા તળી
લહણની કળી એલી તેલમા તળી
તારી બેનપણી પટી એમાં તારી કેમ બળી
હો તારી બેનપણી પટી એમાં તારી ચમ બળી

હે અંગ્રેજી બોલી મારૂં માથું પકાવતી
વિદેશના રૂલ્સ મને ફોલો કરાવતી
એ દેશી ભુલાવી પરદેશી બનાવતી
ખોટી ખોટી વાતો કરી ડફોળ બનાવતી

હે તારા શેરની હવા તારા શેરમાં રાખજે
હતો કોઈ પ્રેમી એ ભુલાવી નાખજે
શેરની હવા તારા શેરમાં રાખજે
હતો કોઈ પ્રેમી એ ભુલાવી નાખજે
www.gujaratitracks.com

એ ...મને તારી નથી પડી મારે ગોમડાની ભલી
તારી નથી પડી મારે ગોમડાની ભલી
મારા નસીબથી મળી તો તારી કેમ બળી

એ લહણની કળી એલી તેલમા તળી
લહણની કળી એલી તેલમા તળી
તારી બેનપણી પટી એમાં તારી કેમ બળી
તારી બેનપણી પટી એમાં તારી ચમ બળી
હો તારી બેનપણી પટી એમાં તારી ચમ બળી
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »